Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

કઠલાલ પોલીસે અમદાવાદ-ઇન્દોર હાઇવે પર કતલખાને લઇ જતા ટેમ્પા સાથે બેની અટકાયત કરી

કઠલાલ:પોલીસે અમદાવાદ-ઈન્દોર હાઈવે ઉપર આવેલા મીરઝાપુર નજીકથી આજે બપોરે ટેમ્પામાં ત્રણ પશુઓને કતલખાને લઈને જતાં બે ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે પશુઓ તેમજ ટેમ્પો મળી કુલ રૂપિયા ૧,૦૭,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. 
કઠલાલ પોલીસ આજે બપોરે અમદાવાદ-ઈન્દોર હાઈવે ઉપર પેટ્રોલીંગમાં નીકળી હતી. આ દરમિયાન મીરાઝાપુર કાલીકા હોટલ નજીકથી પસાર થતા પીકઅપ ડાલુ ટેમ્પા નં.જીજે-૧૮ એવી -૯૩૪૦ને ઉભો રખાવી તલાશી લેતા તેમાંથી ટૂંકા દોરડાથી ક્રુરતા પૂર્વક બાંધેલા ત્રણ પશુઓ મળી આવ્યા હતા. આ ટેમ્પામાં પશુ માટે ઘાસચારો કે પાણીની પણ વ્યવસ્થા ન હતા. 
 

(5:36 pm IST)