Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

નડિયાદ નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બંનેને ગંભીર ઇજા

નડિયાદ: તાલુકાના અંધારી આંબલીમાં રહેતા રાજેશકુમાર કાંતીલાલ વાઘેલા ગત તા.૩૦ મીની રાત્રે મોટર સાયકલ નં. જીજે-૦૭ -૯૩૨૮ લઈને મહોળેલ રોડ પરથી જઈ રહ્યાં હતા ત્યારે પૂરઝડપે આવેલ મોટર સાયકલ નં જીજે-૦૭ સીએમવી-૩૧ બાઈક સાથે અથડાતા રાજેશકુમાર વાઘેલા (ઉં.વ.૪૦) ને ઈજા થઈ હતી. આ બનાવ અંગે ચકલાસી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. 
જ્યારે અકસ્માતનો બીજો બનાવ નડિયાદ મહાગુજરાત હોસ્પિટલ રોડ ઉપર બન્યો હતો. જેમાં નડિયાદ તાલુકાના મંજીપુરામાં રહેતા બાબુભાઈ સવાભાઈ મકવાણા ગઈકાલે રાત્રે સાયકલ લઈને જઈ રહ્યાં હતા ત્યારે ખેતા તળાવ નજીક પૂરઝડપે આવેલ રીક્ષા નં.જીજે-૦૭ વાયવાય-૮૫૭૨ના ચાલકે એકદમ ટર્ન મારતા રીક્ષા પલટી ખાઈ સાયકલ ઉપર પડતા સાયકલ સવાર બાબુભાઈ (ઉં.વ.૬૪)ને રીક્ષા નીચે દબાઈ જતા ઈજા થઈ હતી. 
આ બનાવ અંગે બાબુભાઈ સવાભાઈ મકવાણાની ફરિયાદ આધારે નડિયાદ ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(5:36 pm IST)