Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

રાયસણમાં પિસ્તોલ સાથે યુવકો ઝળકયાઃ મોદી પરિવારની સુરક્ષા જોખમમાં ?

એક રાહદારીને નિશાન બનાવીને સોનાના ચેઇનની લંુટઃ પરિવારજનો વોકીંગમાં નીકળે ત્યારે જોખમ ઉભુ થાય તેવી સ્થિતિ સર્જાઇ

 ગાંધીનગર તા. ર :. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના પરિવારજનો ગાંધીનગર નજીક રાયસણ ગામ ખાતે રહે છે.

જયાંવડાપ્રધાનશ્રીના માતુશ્રી તેમના નાનાભાઇ અને તેમનો પરિવાર વૃંદાવન બંગલોઝ ખાતે રહેછે.

પ્રોટોકોલ મુજબ સુરક્ષા વ્યવસ્થા આપવામાં આવી છ.ેઆ પરિવાર જે સોસાયટીમાં રહે છે. તે સોસાયટીના એક મકાનમાં ટયુશન કલાસ ચાલે છે સવારે પ-૩૦ થી રાત્રીના ૧૦ વાગ્યા સુધી મોટી સંખ્યા વિદ્યાર્થીઓની  અવરજવર રહે છ.ે જેના લીધે કંઇક અજુગતુ બની જાય તો જવાબદારી કોની રહે તે  પ્રશ્ન ઉભો થયો છ.ે

આ પરિસ્થિતિનો જીવતો જાગતો બનાવ આજે બનવા પામેલ છ.ે આજે સવારે ૮ વાગ્યાના સુમારે નંબર વગરનું કાળા કલરનું એકટીવા લઇ બે યુવાનો આ વિસ્તારની નજીક આવ્યા હતા.

આ યુવાનોએ મોઢા ઉપર રૂમાલ બાંધેલ હતો અને ચાકુ તેમજ પિસ્તોલ જેવા સાધનો હોવાની વાત રહીશોમાં ચર્ચાઇ રહી છે. આ વિસ્તારમાં તાજેતરમાંજ નવું પોલીસ સ્ટેશન રાયસણના ખાતે બનાવવામાં આવેલ છે. આજના બનાવની નજીકજ વડાપ્રધાનનેં પરિવાર રહે છે. આ વિકસીત વિસ્તારમાં સવારે અનુકુળતાએ આ પરિવારજનો મોર્નીંગ વોક કરવા નિકળે છે.

આ બન્ને યુવાનોએ આજે એક રાહદારી યુવાનને પિસ્તોલ બતાવી સોનાનો દોરો લૂંટી ગયા છે. આ યુવાનને આ અંગે સે. ૭ પોલીસ સ્ટેશનને જાણ કરી ટોળાની વાતને જાણવા મળેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પરિવારજનો મોર્નીંગ વોકમાં નીકળે ત્યારે તેમના પર આવા તત્વો ફરતા હોય તો જોખમ ઉભું થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. બીજુ આ વિસ્તારમાં મહિલા પોલીસની વ્યવસ્થા નથી. આજે એકાદ માસ પૂર્વે ચારથી પાંચ મહિલાઓ વાતચીત  કરતી હતી ત્યારે સોનાનો દોરો ચોરવાનો બનાવ બન્યો હતો આ બનાવની સાહી સુકાઇ નથી ત્યાં આજે આ બનાવ ફરીથી બનવા પામ્યો છે આના કારણે રહીશોમાં ભયનું વાતાવરણ ઉભુ થવા પામેલ છે.આમ સુરક્ષાની વાત પોકળ સાબીત થઇ રહી છે. મહિલાનો સોનાનો દોરો આ વિસ્તારમાં આવેલ  ગાર્ડન પાસે બનેલ હતા.

વડાપ્રધાનના પરિવાર વાળા વિસ્તારમાં અવાર જવાર વીવીઆઇપી લોકો આવતા હોય છે આ વિસ્તારમાં આ ઘટના બને તો આજુબાજુના રહીશો પણ ગભરાતા થયા છે વડાપ્રધાનના પરિવારમાં પણ મહિલા માટે મહિલા પોલીસ નથી તેવી વાત પણ  બહાર આવવા પામી છે.આ સમાચારો રાજયના પાટનગરમાં પ્રસરતા ભારે દોડધામ મચી જવા પામી છ.(૨-૨૪)

(4:59 pm IST)