Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

ગુજરાતનાં હજયાત્રીકોની પ્રથમ ફલાઇટ અમદાવાદથી રવાના

 અમદાવાદઃ ગુજરાતમાંથી ચાલુ વર્ષે ગુજરાત રાજય હજ કમીટી દ્વારા પવિત્ર મક્કા-મદીનાની હજયાત્રાએ જનારા હાજીઓની પ્રથમ ફલાઇટ અમદાવાદ એરપોર્ટ પરથી રવાના થઇ હતી. આ પ્રસંગે ધારાસભ્ય ગ્યાસુદીન શેખ, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, પુર્વ હજ કમીટીના ચેરમેન મોહંમદ અલી કાદરી, ડો. અસ્લમ તેમજ અન્ય કાર્યકરોને અને શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. ધારાસભ્ય ગ્યાસુદીન શેખ અને ઇમરાન ખેડાવાલાએ હજ યાત્રાએ રવાના થતા તમામ હાજીઓને ફુલ અને ટ્રાવેલ્સ બેગ આપીને શુભકામનાઓ પાઠવી હતી. દેશ તેમજ દુનિયામાં શાંતી અને ભાઇચારાનું વાતાવરણ જળવાઇ રહે તથા ભારત દેશે વિશ્વની મહાસતા બને તેમજ ગુજરાત રાજય દેશનું નંબર વન રાજય બની રહે તેવી દુઆ કરવા હાજીઓને સંદેશ પાઠવ્યો હતો.

(4:11 pm IST)