Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

સરકારી હોસ્પિટલની બલીહારી : એક શૂળ દૂર કરવા જતા બીજું વળગ્યું : હાથ કપાવવા સુધીની સ્થિતિ

રાજકોટ તા. ૨ : અમદાવાદના બહેરામપુરામાં શહેરી આવાસ યોજનામાં રહેતાં ૪૦ વર્ષિય યાસીનભાઇ ગુલાબખાને અચાનક પેટમાં દુખાવો ઉપડયો હતો જેથી તેમને વીએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તેમના પરિવારજનોનો આક્ષેપ છેકે, તે રાત્રે સારવાર વખતે યાસીનભાઇને ડોકટરે હાથમાં ઇન્જેકશન આપ્યુ હતું. સવારે પેટનો દુખાવો તો બંધ થઇ ગયો હતો પણ જે હાથમાં ઇન્જેકશન અપાયુ તે હાથના ભાગે સોજો આવી ગયો હતો અને હાથ કાળો પડી ગયો હતો. આ જોઇને દર્દી અને પરિવારજનોને ગભરાઇ ગયા હતાં. આ બાબતે ફરિયાદ કરાતાં ડોકટરોએ ત્રણ હજાર ભરી હાથનુ ઓપરેશન કરવા સલાહ આપી હતી.ગરીબ દર્દી અને પરિવાર માટે આટલી રકમ ભરી શકાય તેમ ન હતી. આ ઉપરાંત ડોકટરોએ ત્યાં સુધી કહી દીધુ કે, જો ઓપરેશન નહીં કરો તો,હાથ કાપવો પડશે. ગરીબ દર્દીની હોસ્પિટલ સત્તાધીશોએ વાત જ સાંભળી નહીં. આખરે રાજકીય ભલામણ થતાં હાથનું ઓપરેશન કરવામાં આવ્યુ હતું. પણ લાચાર દર્દીને હોસ્પિટલમાંથી એક વધારાનુ દુઃખ લઇ ઘેર જવાનો વારો આવ્યો હતો.

(4:01 pm IST)