Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

અમદાવાદમાં ફૂડ ફેસ્ટીવલ મુંબઈની સ્ટ્રીટ ફૂડનો આનંદ માણો

અમદાવાદઃ ફુડ ફેસ્ટિવલએ લહેજતદાર રાંધણકળાનો પ્રવેશદ્વાર છે. જે સ્વાદિષ્ટ અને સુરૂચિકર ખાનપાનને સમર્પિત છે. ફુડ ફેસ્ટિીવલએ તેના નામ મુજબ જ લહેજતદાર ભોજનની ઉજવણ છે. જેને આપણે સહુ પ્રેમ કરીએ છીએ અને માણીએ છીએ ભારતએ વૈવિધ્યપૂર્ણ દેશ હોવાથી સેંકડો સંસ્કૃતિઓ અને તેમની ભોજન પ્રથાઓનું ઘર બન્યું છે. આવુ જ એક ભોજન સંસ્કૃતિઓનું મિશ્રણ એટલે સ્ટ્રીટ ફુડ ઓફ મુંબઈ. મુંબઈએ ભારતના સૌથી મોટા શહેરોમાંનું એક છે કે જેમાં ૨૨ કરોડથી પણ વધુ લોકો વસે છે. મુંબઈકારોનો સ્ટ્રીટ ફુડ માટેનો અનહદ પ્રેમએ તેની આબેહુબ બાબતોમાંની એક વિશેષતા છે. દાયકાઓથી ફેલાયેલા આ ખાણી- પીણીના એકમો અને તેમની વધતી જતી લોકપ્રિયતાએ મુંબઈમાં વિશાળ ફુડ કલ્ચર ઉભું કર્યું છે. તેથી ઉજવણીની આ ઋુતુમાં મધુભનએ ફુડલવર્સને ઉજવણીની એક અનોખી તક સાથે ''૨૪ સેવન ધ કોફી શોપ'' પ્રસ્તુત કરે છે. વિશિષ્ટ સ્વાદને લીધે જાણીતી આ ભોજનનો સ્વાદ અતુલનીય છે. મધુભનના મુંબઈ સ્ટ્રીટ ફુડ ફેસ્ટિવલમાં મળશે તીખી તમતમતી  અને ચટાકેદાર પાણીપુરી, સ્વાદિષ્ટ પાઉંભાજી, ગરમા ગરમ વડાપાઉં, ચાટ અને ભેળની વિવિધ વાનગીઓ રસદાર કબાબ રોલ્સ, મુંબઈની પ્રખ્યાત બોમ્બે સેન્ડવિચ, તીખી અને મજેદાર કોથમીર વડી, સાલ કઢી, ફ્રેન્કી તા.૫ ઓગષ્ટ સુધી ફુડ ફેસ્ટિવલ યોજાશે.

(3:59 pm IST)