Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

કેરળ ટુરિઝમ દ્વારા અમદાવાદમાં પાર્ટનરશિપ મીટનું આયોજન

 અમદાવાદઃ ધીમી ગતિના ડેસ્ટિનેશનલ તરીકે તેની લાંબાગાળાની ઓળખને તોડીને કેરળ ટુરિઝમ નવા અને સંક્ષિપ્ત અનુભવો મેળવવા માટે સંપૂર્ણ રમતના મેદાન તરીકે ભગવાનના દેશને પુનઃસ્થાપિત કરે છે. 'કમ આઉટ અને પ્લે ટેગ્ડ' આ અભિયાનનો ઉદ્દેશ્ય એવા સ્થાનિક પ્રવાસીઓને લક્ષ્યિત કરે છે કે જેઓ શહેરના અનુભવો માટે અને નિયમિત રીતે માદક દ્વવ્ય તરીકે કેરળને જોઈ રહ્યા છે. નવું અભિયાન પ્રવૃતિ આધારિત પ્રવાસન ઉપર પ્રકાશ નાંખે છે. ઊંચા પર્વતો અને ઊંડી ખીણથી ઉષ્ણ કટિબંધી દરિયા કિનારો અને બેક વોટર્સ સુધીનો કેરળનો ૩૮,૮૬૩ સ્કવેર ફુટ કિમીનો વિસ્તાર વિવિધ પ્રકારના લેન્ડસ્કેપ ધરાવે છે જે સંરચના અને સુગંધમાં અલગ પડે છે. તેમાંથી દરેકને બહારના વાતાવરણનો આનંદ માણવાની તક મળે છે. કેટલાક ઈકો ફેન્ડલી, ટકાઉ પરિબળોએ ચાલુ વર્ષના ડોમેસ્ટિક કેમ્પેઈનને ઊંચું સ્થળ જાળવી રાખ્યું છે. ૩૧ જુલાઈ, ૨૦૧૮ના રોજ અમદાવાદમાં નવી ટુરિઝમ પ્રોડકટની નવી શ્રેણીની સાથે સંશોધિત ભાડા રજૂ કરવામાં આવ્યા હતા.

કેરળ સરકારના પ્રવાસન મંત્રી કડકામ્પલી સુરેન્દ્રએ જણાવ્યુ કે મોર્ડન ખાસ કરીને યુવા પ્રવાસીઓ જીવનનો સાચો અનુભવ કરવા માટે કેરળ આવે છે અને તેને નવી પ્રવાસન નીતિ તૈયાર કરતી વખતે તેમજ તે ઉપરાંત ચાલુ વર્ષે ડોમેસ્ટિક કેમ્પેઈનને કમ આઉટ એન્ડ પ્લે શિર્ષક હેઠળ ધ્યાનમાં રખાઈ છે. બ્રાન્ડનું નવીનિકરણ કરવા અને વધારે આકર્ષક બનાવવાના ભાગરૂપે આ વર્ષે ઘણાં નવા ઉત્પાદનો રજૂ કરવામાં આવ્યા છે. જે કેરળ બોટ રેસ લીગ અથવા જટાયુ અર્થ સેન્ટર હશે. બધી પ્રોડકટો એન્વાર્યમેન્ટ ફેન્ડલી છે અને જવાબદાર પ્રવાસનને પ્રોત્સાહન આપે છે.

(3:58 pm IST)