Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

ટાટા મોટર્સે ગુરજરાતમાં સંપૂર્ણ નવી વિંગર ૧૫ સીટર વાહન લોન્ચ કર્યા

અમદાવાદઃ ભારતની સૌથી વિશાળ કોમર્શિયલ વાહન ઉત્પાદન ટાટા મોટર્સ દ્વારા હાલમાં ગુજરાતમાં તૈયાર કરવામાં આવેલી મોનોકોક ડિઝાઈનની બસ એવી તેની નાવીન્યપૂર્ણ પ્રોડકટ વિંગર ૧૫-સીટર લોન્ચ કરવામાં આવી છે. આ ૧૫-સીટર વાહન ઓપરેટર માટે લાંબા ગાળાના પૈસા વસૂલ મૂલ્ય સાથે પ્રવાસીના આરામનું અજોડ પરિણામ પ્રદાન કરે તે રીતે તૈયાર કરવામાં આવ્યું છે. રૂ.૧૨.૦૫ લાખની કિંમત સાથે શરૂ કરતાં વિંગ ૧૫એસ ગુજરાતમાં ૧૫ ડીલરો અને ટાટા મોટર્સનાં આઉટલેટ્સમાં મળશે. વિંગર ૧૫ એસ ભીતર આહલાદક ઈન્ટીરિયર વાતાવરણ સાથે બહેતર આરામ અને ઉત્કૃષ્ટ ઓન- રોડ અનુભવ આપે છે. વાહન આરામદાયક પુશ બેક સીટ્સ, વ્યકિતગત એસી વેન્ટ્સ, સીટ્ની દરેક હરોળ માટે યુએસબી ચાર્જિંગ પોઈન્ટસની હોઈ ટૂંકી હોય કે લાંબો બંને પ્રવાસ અવિસ્તરણીય બનાવી દે છે.

ટાટા મોટર્સના પેસેન્જર કમર્શિયલ વેદિકલ બિઝનેસ યુનિટના સેલ્સ અને માર્કેટિંગના હેડ સંદીપ કુમારે આ લોન્ચ વિશે બોલતાં જણાવ્યું હતું કે ઝડપી શહેરીકરણ, ટ્રાફિકની ગીચતા અને પર્યાવરણીય ચિંતાઓ સાથેના આ દેશમાં ટાટા વિંગર પરિવર્તનકારી પ્રોડકટ છે.

(3:58 pm IST)