Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

મોરપેન લેબ્ફાના બ્લક ડ્રગ્સ (એપીઈ) પ્લાન્ટ્સને યૂએસએફડીએની ડબલ સ્વીકૃતિ

અમદાવાદઃ મોરપેન લેબોરેટરીઝ લિમિટેડએ હિમાચલ પ્રદેશના સ્થિત પોતાની બંને બલ્ક ડ્રગ્સ મેન્યુફેકચરિંગ પ્લાન્ટ્સ માટે યુએસ એફડીએ (યુનાઈટેડ સ્ટેટસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન)ની સ્વીકૃતિ મળી ગઈ છે. જયાં બદ્દી પ્લાન્ટમાં કોલેસ્ટ્રોલ ઓછી કરવાવાળી બલ્ક ડ્રગ 'એટોરવાસ્ટેટિન કેલ્શિયમ'નું નિર્માણને યુએસ એફડી તરફથી લીલી ઝંડી મળી ગઈ. ત્યાં મસૂલખાના પ્લાન્ટમાં બનાવવામાં આવનાર અસ્થમાની દવા 'મોન્ટેલુકાસ્ટ સોડિયમ'ને પણ હાલ યુએસ એફડીએ દ્વારા સ્વીકૃતિ પ્રદાન કરવામાં આવી છે. આ સ્વીકૃતિ પછી મોરપેન લેબ દ્વારા હવે બંને દવાઓ અમેરિકન બજારમાં નિકાસ કરી શકશે. બંને બલ્ક ડ્રગ્સ, 'એટોરવાસ્ટેટિન કેલ્શિયમ' અને  'મોન્ટેલુકાસ્ટ સોડિયમ' માટે અમેરિકન બજારનું કદ ક્રમશઃ ૫૦૦૦ કરોડ રૂપિયા અને ૨૦૦૦ કરોડ રૂપિયા છે.

મોરપેન લેબોરેટરીઝ લિમિટેડના પ્રમુખ અને મેનેજિંગ ડિરેકટર સુશીલ સુરે જણાવ્યું છે કે કંપનીને યુએસએફડીએના તરફથી દવાઓનું નિર્માણની બમણી મજૂરી મળવાની સાથે જ ઈતિહાસએ પોતાને પુનરાવૃત કયું છે.

(3:58 pm IST)