Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

અમદાવાદમાં ટીવીએસના નવા શો-રૂમ ચેતક ઓટોમોબાઈલ્સનો પ્રારંભ

 અમદાવાદઃ શહેરના બોપલ વિસ્તારમાં રહેતાં લોકોની નવા ટુ- વ્હીલર તેમજ શ્રેષ્ઠ સેલ્સ- સર્વિસની જરૂરિયાતોને પૂર્ણ કરવાના ઉદ્દેશ્ય સાથે બોપલ- આંબલી રોડ ઉપર ચેતક ઓટોમોબાઈલ્સનું ઉદ્ઘાઘાટન કરવામાં આવ્યું હતું. આ સાથે અમદાવાદમાં ટીવીએસે ૧૧મી ડિલરશીપનું ઉદ્ઘઘાટન કર્યું છે તેમજ બ્રાન્ચિસ સાથે ૧૮માં ટચ પોઈન્ટ્સનો ઉમેરો કર્યો છે.

આ પ્રસંગે મહિલા ઉદ્યોગ સાહસિક અને ચેતક ઓટોમોબાઈલ્સના માલીક ઉસ્મિતાબેન સંઘવીએ જણાવ્યું હતું કે, બોપલ વિસ્તારમાં રહેતાં લોકોની નવા ટુ-વ્હીલરની જરૂરિયાતોને પૂર્ણ કરવા તથા તેમને બેસ્ટ સેવાઓ પુરી પાડવાના ઉદ્દેશ્ય સાથે આ શો- રૂમ લોન્ચ કરવામાં આવ્યો છે. આ શો- રૂમ તમામ પ્રકારની અદ્યતન સાધન સામગ્રીથી સજજ છે અને ગ્રાહકોને શ્રેષ્ઠ સેવાઓ પૂરી પાડવાનો અમને વિશ્વાસ છે.

આ શોરૂમનું ઉદ્ઘાટન એસ.એસ. ઐયર (સિનિયર મેનેજર- એકાઉન્ટ્સ, ટીવીએસ), નીખિલ તનેજા (એરિયા મેનેજર- સેલ્સ, ટીવીએસ ગુજરાત), મનોજ સિંઘ (એરિયા સર્વિસ મેનેજર, ટીવીએસ ગુજરાત) અને સંજીવન સાંખલા (મેનેજર- નેટવર્ક ડેવલપમેન્ટ) એ કર્યું હતું. સ્પેર પાર્ટ્સનું ઉદ્ધાટન સંજય બિસવાલ, સત્યાપ્રકાશ તિવારી અને સુબોધ કુમાર શર્માએ કર્યું હતું.

(3:57 pm IST)