Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

એચવીએસી કમ્પ્રેસરની વધતી માંગને પૂર્ણ કરવા મેક ઈન ઈન્ડિયા ઉત્પાદન હાઈલી ઈન્ડિયા ૩૦ લાખ યુનિટ કરશે

અમદાવાદઃ ભારતમાં એચવીએસી કમ્પ્રેસર સેગમેંટમાં બજારમાં ૩૫ ટકા હિસ્સા સાથે અગ્રણી હાઈલી ઈન્ડિયા તેની નિકાસ પ્રતિબધ્ધતા અને સ્થાનિક જરૂરિયાતો પૂર્ણ કરવા અમદાવાદ નજીક તેના ચાંગોદર પ્લાન્ટમાં વાર્ષિક ક્ષમતા વધારીને ૩૦ લાખ યુનિટ કરવા રોકાણ કરશે. ભારતના ગુજરાતમાં અમદાવાદ નજીક પ્લાન્ટે ૨૬ નવેમ્બર-૨૦૧૩માં ઉત્પાદન શરૂ કર્યું હતું.

હાઈલી ઈન્ડિયા બજાર હિસ્સા વિશે વાત કરતાં શ્રીલી હાઈબિન (એચએસઈસી પ્રમુખ હાઈસી ચેરમેન)એ કહ્યું હતુ કે હાઈલી ઈલેકિટ્રકલ એપ્લાયન્સીસ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ ભારતની એક માત્ર એર કન્ડિશન મેન્યુ.કંપની છે. હાઈલી ઈન્ડિયાએ ૩૧ જાન્યુઆરી- ૨૦૧૩ના રોજ સ્થાપના કરી હતી. અમે ૩૫ ટકા માર્કેટ શેર મેળવીએ છીએ નાણાકીય વર્ષ ૨૦૧૬- ૧૭ સુધીમાં અમારી ઉત્પાદન ક્ષમતા ૨ મિલિયન સુધી હતી અને નાણાકીય વર્ષ-૨૦૧૯ સુધીમાં અમે ઉત્પાદન ક્ષમતા વધારીને ૨ મિલિયનથી ૩ મિલિયન કરીશું. પેગ ઝેનેઈ (એસએચઈસી વાઈસ પ્રેસીડેન્ટ)એ કહ્યું હતુ કે હાઈલી ઈન્ડિયાએ મધ્ય પૂર્વ મલેશિયા, વિયેતનામ, થાઈલેન્ડ, બાંગ્લાદેશ, ઈજિપ્ત અને અન્ય દેશોમાં નિકાશ શરૂ કરી છે. કુલ નિકાસનો ગુણોત્તર ૧૩ ટકા છે. અમે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૧૩ના સહભાગી હતા. ૨૦૧૯માં પણ સક્રિયપણે સમિટમાં ભાગ લઈશું ફેકટરીને વિસ્તૃત કરવાની અથવા નવુ બનાવવાની કોઈપણ યોજના માટે અમે બજેટ વધારીએ છીએ અને અમારા ગ્રાહકની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નિર્ણય લઈશું વિડોંગ (મેનેજિંગ ડાયરેકટર આંતરરાષ્ટ્રીય વેપાર)એ કહ્યું હતું કે ભારતીય બજાર અમારી અપેક્ષા કરતાં વધુ ઝડપથી વધી રહ્યું છે. અમે ભારતીય બજાર માટે આશાવાદી છીએ હાલમાં હાઈલી ભારતમાં એકમાત્ર એસી કમ્પ્રેસર ઉત્પાદન કરતી કંપની છે. હવે કંપની સક્રિય રીતે વિકસશીલ છે.

હાઈલી અમદાવાદ શહેરથી ૨૫ કિલોમિટરના અંતરે સ્થિત છે અને અનુકુળ પરિવહન સુવિધા ધરાવે છે. પ્લાન્ટનું નિર્માણ ૪૦,૦૦૦ ચોરસ મીટર વિસ્તારમાં થયેલું છે.

(3:57 pm IST)