Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

અમદાવાદમાં દબાણ હટાવ કામગીરીના વિરોધમાં પાથરણા અને લારી-ગલ્લાંવાળા જંગી રેલી યોજાઈ

સરકાર વિરોધી નારા લગાવ્યા ;વૈકલ્પિક જગ્યા ફાળવવા માંગણી

અમદાવાદમાં હાલમાં ઠેરઠેર દબાણ હટાવવાની કામગીરી એએમસી દ્વારા કરવામાં આવી રહી છે. દબાણ હટાવવાની કામગીરીથી પાથરણાવાળામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમણે પોતાની માંગ પૂરી થાય તે માટે રેલીનું આયોજન કર્યુ છે. દબાણના હટાવવાના કારણે તેમની રોજીરોટી છીનવાઈ ગઈ હોવાનો તેમનો આક્ષેપ છે. તેમનું કહેવું છે કે તેમને પોતાના પાથરણા માટે અલગથી કોઈ જગ્યા આપવામાં આવે અને ગેરકાયદેસકના બાંધકામ પર કાર્યવાહી કરવામાં આવે ન કે લારી ગલ્લા વાળા પર. પાથરણા અને લારી-ગલ્લાંવાળા કે જેમની એએમસી દ્વારા દુકાનો ગલ્લા કાલે તોડી પડાયા છે તે લોકો એ આજે એલિસબ્રિજથી કોર્પોરેશ સુધી રેલી કાઢી છે. ગાંધી ચિંધ્યા માર્ગે તેઓ રેલી કાઢીને આવેદનપત્ર પણ આપશે. આ રેલીમાં સરકાર વિરોધી નારા બોલાઇ રહ્યાં છે. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. તેમાં લો ગાર્ડન ખાણીપીણી બજારના લોકો પણ જોડાયા છે. આ રેલીમાં કોઇ અનિચ્છીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે.

(1:25 pm IST)