Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

મુખ્યમંત્રીએ જન્મ દિવસે રાજયના કાયદો અને વ્યવસ્થાનુ કર્યુ મોનીટરીંગઃ ડેશ બોર્ડ દ્વારા પોલીસ કામગીરી પર વોચ

વિજયભાઇ રૂપાણીએ દિનચર્યાનો પ્રારંભ જ નાગરીકોની સલામતી અને સર્વગ્રાહી ચર્ચાથી કર્યો : નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજય મંત્રીએ આપી શુભેચ્છાઃ ક્રાઇમ કોન્ફરન્સમાં રહ્યા સતત કાર્યરત :રાજકોટ સહિત તમામ મહાનગરોમાં ટ્રાફીક ઝૂંબેશ કડક બનાવાશે

રાજકોટ તા. ર :.. રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો આજે ૬૩ મો જન્મ દિવસ હતો આજે જન્મ દિવસનો પ્રારંભ જ રાજયના નાગરીકોની સલામતી અને કાયદો વ્યવસ્થાના મોનીટરીંગ માટેની ક્રાઇમ કોન્ફરન્સથી કર્યો હતો. તેમણે આજે સવારે સુરક્ષા અંગે સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

વિજયભાઇ રૂપાણી સવારે ૧૦.૩૦ વાગ્યે સચિવાલય પહોંચી ગયા અને રાજયના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ જીલ્લા પોલીસ વડાઓ રેંજ વડાઓ સાથે કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે બેઠકનો તેમણે પ્રારંભ કરાવ્યો મુખ્ય સચિવ ડો. જે. એન. સિંહ, ડી. જી. પી. શિવાનંદ ઝહા પણ આ વેળાએ ઉપસ્થિત હતાં.

મુખ્યમંત્રીને આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલે બર્થ-ડે શુભેચ્છા કાર્ડ આપીને તેમજ ગૃહ રાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પોલીસ પરિવાર વતી મુખ્યમંત્રીને જન્મ દિન શુભકામનાઓ પાઠવતા શાલ અને શ્રીફળ અર્પણ કરી સુશાસનના માર્ગદર્શક ને દીર્ઘાયુની કામનાઓ આપી હતી.

આજે મળેલી ઉચ્ચ સ્તરીય ક્રાઇમ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી ડેશ બોર્ડ પર રિયલ ટાઇમ મોનીટરીંગની કામગીરીની ચર્ચા થઇ હતી. જેમાં ૬પ૦ થી વધુ પોલીસ મથકોનો ડેટા મુખ્યમંંત્રીના ડેશ બોર્ડ ઉપર રહેશે.

આ ડેશ બોર્ડ દ્વારા કુદરતી આફત, આપતકાલ સમયે તમામ તંત્રની કામગીરી સાથે આ ડેશ બોર્ડ જોડાયેલું રહેશે. રમખાણો તેમજ હુલ્લડો સમયે ખૂબ જ ઉપયોગી રહેશે આ ડેશ બોર્ડ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે ગૃહ વિભાગને અનેકવિધ આદેશો કર્યા હતાં. રાજયના તમામ પીસીઆર વાનમાં જીપીએસ સીસ્ટમ લગાડાશે.

રાજયમાં વિવિધ શહેરોમાં પેટ્રોલીંગ કરી રહેલ પોલીસ અધિકારીઓનો ટાઇમ અને કામગીરી સાથે પણ ડેશ બોર્ડ સંપર્કમાં રહેશે.

આજની ક્રાઇમ કોન્ફરન્સમાં રાજયમાં ટ્રાફીક, કાયદો અને વ્યવસ્થા, લોકોનાં જાનમાલની રક્ષા માટેની અનેકવિધ ચર્ચા હાથ ધરાઇ હતી અને મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી ત્થા ગૃહ રાજયમંત્રી, ત્થા રાજયના  પોલીસ વડાએ પણ ઉચ્ચ અધિકારીઓને કાયદો અને વ્યવસ્થા સબંધિત સંખ્યાબંધ કડક સુચનાઓ પણ આપી હતી. (પ-ર૭)

વિજયભાઇના જન્મદિને પ્રજ્ઞાચક્ષુઓને સ્ટીક વિતરણ : લોકલાડીલા મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીના ૬૨ માં જન્મદિવસ નિમીતે શહેર ભાજપ પ્રમુખઅ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલા અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ અતર્ગત શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિલેશ જલુ, મહામંત્રી સોમભાઇ ભાલીયા, લલીત વાડોલીયાની આગેવાનીમાં તેમજ કમલેશ મિરાણી, ધનસુખ ભંડેરી, નિતીન ભારદ્વાજ, મેયર બીનાબેન આચાર્ય, મહામંત્રી  દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, રાષ્ટ્રીય અનુ. જાતિ  મોરચાના મહામંત્રી ભાનુબેન બાબરીયા, સ્ટેન્ડીંગ ચેરમેન ઉદય કાનગડ, રક્ષાબેન બોળીયા, વિક્રમ પુજારા, ડે. મેયર અશ્વીન મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખ જાગાણી, દંડક અજય પરમારની ઉપસ્થિતીમાં શહેરના  ઢેબર રોડ, કાંતા સ્ત્રી વિકાસગૃહ સામે આવેલા અંધજન કલ્યાણ મંડળ ખાતે પ્રજ્ઞાચક્ષુઓને સ્ટીક વિતરણ કરવામાં આવ્યું હતું આ તકે ધર્મેનદ્રસિંહ ભગત, રાજેનભાઇ સિંધવ, જે.પી. ધામેચા, રવજીભાઇ મકવાણા, દિનેશ કણજારીયા, અનીશ જોષી, નરેન્દ્ર કુબાવત, વિપુલ માખેલા, ભરત કુબાવત, મોહીત પરમાર, પરેશ સવસેટા, વર્ષાબેન રાણપરા, કીરણબેન સોરઠીયા, વિજય કોશીયા, દેવાંગ કુકાવા, પ્રકાશ બસીયા, ધર્મેશ રાઠોડ, રમણીકભાઇ દેવળીયા, નરેન્દ્ર મકવાણા, રમેશ જાદવ, બકુલ ચોટલીયા, વિનુભાઇ છૈયા, રાજુભાઇ ટાંક, જતીન બોરીચા, હરૂભાઇ તલસાણીયા, સંજય રાઠોડ, જયેશ પાઠક, ભરત બોરીચા, રમેશ પરમાર, હસમુખ પ્રજાપતી, મુન્નાભાઇ ગઢવી, રાજુભાઇ ચાવડા, ભનુભાઇ પટેલ, શૈલેષ હાપલીયા, કેયુર મશરૂ, હીતેશ નાગલા, નીરવ ચોૈહાણ સહીતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

(5:09 pm IST)