Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

અમદાવાદના લો ગાર્ડન પર ખાણીપીણી બજાર હટાવતા હવે માણેકચોક બજારનો વારો નીકળશે

અમદાવાદ :લો ગાર્ડન પર ખાણીપીણીની બજારને હટાવાઇ બાદ હવે માણેકચોકની ખાણીપીણી બજાર પણ હટાવાઈ તેવી ભીતિ સેવાઈ રહી છે જોકે લો ગાર્ડન ખાણીપીણી બજારનો મામલો મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે. ખાણીપીણીની બજાર ચલાવતા અહીંના વેપારીઓ કોર્પોરેશનની આ કામગીરી સામે હાઇકોર્ટમાં જઇને તંત્રએ વૈક્લ્પિક સુવિધા વિના કોર્પોરેશને બજાર હટાવ્યુ હોવાની રજૂઆત કરી છે.

 એવું મનાય છે કે લૉ ગાર્ડનના ખાણી-પીણી બજારને બંધ કરાવ્યા બાદ હવે અમદાવાદ કોર્પોરેશન તંત્રની નજર માણેક ચોક પર મંડાઈ છે. શહેરની ઓળખસમુ માણેક ચોક ખાણીપીણી બજાર પણ તંત્રના રડારમાં છે. આવનારા દિવસોમાં માણેક ચોકના ખાણીપીણી બજારને પણ તંત્ર બંધ કરાવી શકે છે.

(10:04 am IST)