Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

ચીખલી નેશનલ હાઇવે પરથી દારૂના જથ્થા સાથે લકઝરી બસ ઝડપાઇ : ડ્રાઇવરને દબોચી લેવાયો

નવસારીના ચીખલી નેશનલ હાઇવને નંબર ૪૮ પરથી દારૂ ભરેલી લકઝરી બસ સાથે ડ્રાઇવરને દબોચી લેવામાં આવ્યો હતો. ચીખલીના ઓવરબ્રિજ પરથી આ લકઝરી બસ ઝડપાઈ હતી. લકઝરી બસમાંથી ૩.૨૨ લાખનો દારૂનો જથ્થો ઝડપાયો હતો. આરઆરસેલે ૭ લાખની બસ સહિત રૂપિયા ૧૦.૨૨ લાખથી વધુનો મુદ્દામાલ ઝડપાયો હતો.

(9:59 am IST)