Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

બાવળાનાં કવિઠા ગામે બરમુડો કેમ પહેર્યો ? કહેતા બે જૂથ અથડામણ:4 લોકો ઈજાગ્રસ્ત

 

બાવળાનાં કવિઠા ગામે દલિત સમાજનો યુવક પાનની દુકાનમાં ગયો હતો. જ્યાં રાજપૂત સમાજનાં યુવકોએ તેને અટકાવીને સવાલો કર્યા કે, બરમૂડો કેમ પહેર્યો છે અને શા માટે મૂછો રાખીને ફરે છે.જો કે થોડાં દિવસો પહેલાં પણ આ જ યુવકો વચ્ચે બોલાચાલી થઇ હતી. જેને લઈને ગઇ કાલે ફરીથી મોટી બબાલ થઇ હતી. જેમાં બંન્ને સમાજ આમને-સામને આવી ગયાં હતાં અને 4 લોકોને ઇજા થઇ હતી. આ ઈજાગ્રસ્તોમાંથી એકને વધુ સારવારની જરૂર લાગતાં તેઓને વીએસ હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી. જ્યારે અન્ય ત્રણ લોકોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં.

  આ જૂથ અથડામણ મામલે બંને પક્ષ પોતાની વાત કરી રહ્યાં છે અને એકબીજા પર આક્ષેપ લગાવી રહ્યાં છે. સાચી વાત શું છે તે તો જો કે પોલીસ તપાસમાં જ બહાર આવશે. હાલ આ મામલે DYSP પણ તપાસ કરી રહ્યાં છે. પોલીસ દ્વારા ઇજા પામેલા લોકો અને ઘટના થઈ ત્યારે હાજર લોકોની પૂછપરછ કરાઈ રહી છે.

(9:38 pm IST)