Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

દાહોદ જિલ્લાના ઘાડ઼ અને રાયોટિંગના ફરાર આરોપી ઝડપાયા

દાહોદ જિલ્લાના ઘાડ઼ અને રાયોટિંગના ફરાર આરોપી ઝડપાયા છે દાહોદ જિલ્લામાં ચોરી ઘરફોડ લૂંટફાટ સિરિયસ અનડિટેક્ટ ગુનેગારોઓને શોધી કાઢવા નવીન જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસરે આવતાની સાથે અસામાજિક પ્રવૃત્તિ આચનાર અને ફરાર વોન્ટેડ આરોપી ને ઝડપી પાડવા તંત્રને કામે લગાડતા પોલીસ અધિક્ષક હિતેશ જોયસરને માહિતી મળી હતી કે ધાનપુર 2 વર્ષથી ફરાર અને ધાડનાં ગુનાનો ફરાર આરોપી નિલેશભાઈ નાગરભાઈ ભાભોર (રહે મોટીમલુ અને ગરબાડા વિસ્તારનાં 5 વર્ષથી રાયોટિંગનાં ગુનાનો તુલસીભાઈ રમણભાઈ ડામોર,રહેવાસી ગાંગરડાનો ફરાર આરોપી પોતાના વતન આવનાર છે.એવી બાતમી નાં આધરે આ બંને આરોપી ને દાહોદ એલ.સી.બી પીએસઆઇ પી.બી.જાદવ ,પેરોલ ફ્રલો સ્કોર્ડ પીએસઆઇ એ એન સોલંકી અને પોલીસ જવાનો અને એસ આર પી જવાનો સાથે વોચ ગોઠવી ને ઝડપી પાડી ને જેલ ભેગા કરી દેવાયા છે

(9:36 am IST)