Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

વડોદરામાં વધુ એક સરઘસ :17થી વધુ ગુનમાં સંડોવાયેલા બે આરોપીઓનો નીકળ્યો વરઘોડો

લોકોનાં મનમાંથી ગૂનેગારોનો ખૌફ ઓછો કરવા અને નિર્ભય બનાવવા પ્રયત્નો

વડોદરા :શહેરમાં નવા પોલીસ કમિશ્નર આવતાં જ લોકોમાંથી નામચીન આરોપીઓનો ખોફ ઓછો કરવા અને પોલીસની લોકોમાં રહેલી છાપને ભૂંસવા આરોપીનું જાહેરમાં સરઘસ કાઢયું હતું આરોપીઓનાં પોતાનાં જ વિસ્તારમાં વરઘોડા કાઢીને લોકોને નિડર બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

  વડોદરાનાં નવા પોલીસ કમિશ્નર તરીકે અનુપસિંહ ગૈહલોતે જ્યારથી ચાર્જ સંભાળ્યો છે ત્યારથી લોકોનાં મનમાંથી ગૂનેગારોનો ખૌફ ઓછો કરવા અને લોકોને નિર્ભય બનાવવન પ્રયત્નો થઈ રહ્યા છે પાણીગેટ વિસ્તારમાં કુખ્યાત અને નામચીન આરોપી લિયાકત અને સકીલનો વરઘોડો યોજ્યો હતો.

  આ બન્ને શખ્સો વિરૂધ્ધ શહેરનાં અલગ અલગ પોલીસ મથકોમાં 17 જેટલાં ગૂના દાખલ થયા છે. જેમાં ખૂન,રાયૉટીગ,ધાક ધમકી,આર્મ્સ એક્ટ,જમીન પચાવી પાડવા, મારામારીનો સમાવેશ થાય છે. ત્યારે લોકોમાંથી આવા ગુનેગારોનો ખોફ ઓછો કરવા હાથ ધરાયેલા પ્રયત્નોને લોકો આવકારી રહ્યા છે. આજે પોતાનાં જ વિસ્તારમાં જાહેરમાં નીકળેલા ગુનેગારનાં વરઘોડા જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

(11:40 am IST)