Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

ભરૂચના લિંક રોડ પરની એચડીએફસી બેન્કના એસીમાં બ્લાસ્ટ:ત્રણ લોકોને ઇજા

ભરૂચના લિંક રોડ ઉપર આવેલી HDFC બેંકના બીજા માળે આજે એ.સી રીપેરીંગનું કામ ચાલી રહ્યું હતું. દરમિયાન અચાનક બ્લાસ્ટ થતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બ્લાસ્ટમાં ત્રણ લોકોને ઈજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

   બ્લાસ્ટના કારણે બેન્કમાં આવેલા ખાતે દારો અને કર્મચારીઓમાં ભય સાથે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બ્લાસ્ટનો અવાજ થતાંની સાથે જ લોકો બેન્કની બહાર દોડી આવ્યા હતા. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે, બેન્કમાં કાંચ પણ ફૂટ્યા હતા. થોડા સમય માટે બેન્કમાં કામકાજ ઉપર પણ અસર જોવા મળી હતી.

(10:09 pm IST)