Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

વડોદરા :ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સામે ભરવાડ અને મુસ્લિમ સમાજમાં નારાજગી

સોશિયલ મીડિયામા વાયરલ કરેલા વીડિયોથી લાગણી દુભાઈ :કડક પગલાં લેવા માંગણી

 

વડોદરામાં ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે સોશિયલ મીડિયામા વાયરલ કરેલા વીડિયો મામલે ભરવાડ અને મુસ્લિમ સમાજમાં નરાજગી ફેલાઈ છે બન્ને સમાજના આગેવાનોએ  અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં મધુ શ્રીવાસ્તવ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા માગ કરવામાં આવી છે.

  ભરવાડ અને મુસ્લિમ સમાજના આગેવાનોનું કહેવું છે કે, મધુ શ્રીવાસ્તવે કરેલી ટિપ્પણીના કારણે ભરવાડ અને મુસ્લિમ સમાજના લોકોની લાગણી દુભાઈ છે. જેથી મામલે મધુ શ્રીવાસ્તવ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.

(10:25 pm IST)