Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

અમદાવાદના બાપુનગરમાં માત્ર 100 રૂપિયામાં કિશોર પટણીની હત્યા:તુષાર બારોટની અટકાયત

બોલાચાલી બાદ કિશોરને ધક્કો લાગતા નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઇજા થતા ઘટના સ્થળે જ મોત

 

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં માત્ર ૧૦૦ રૂપિયા માટે કિશોર પટણીની હત્યા થતા તુષાર બારોટની આરોપી તરીકે અટકાયત કરાઇ છે. હીરાના કારખાનામાં સાથે કામ કરતા કિશોર પટણી અને તુષાર બારોટ વચ્ચે બોલાચાલી થઇ હતી અને બાદમાં ઝગડો થયો હતો જેમાં કિશોરને ધક્કો લગતા તે નીચે પટકાયો હતો અને માથાના ભાગે ગંભીર ઈજા પહોચતા તેનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું.

  પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે મૃતક કિશોરને પૈસાની જરૂર હતી. જેથી તેણે કારખાના માલિક પાસેથી ૨૫૦ રૂપિયા લીધા જે બાદ બપોરના સમયે વધારે જરૂરિયાત હોવાના કારણે કિશોરે ૧૦૦ રૂપિયા વધારે માંગ્યા હતા. જે દરમિયાન આરોપી તુષાર વચ્ચે દરમિયાનગીરી કરવા આવ્યો હતો અને શેના ૧૦૦ રૂપિયા જોઈએ છે. જેથી કિશોરે તેને કહ્યુ હતું કે તું તારું કામ કર મારે પૈસાની જરૂર છે.જેથી બંને વચ્ચે ઝગડો થયો હતો દરમિયાન કિશોર નીચે પટકાયો અને તેનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું.

(10:26 pm IST)