Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

રાય યુનિ,ની બીએસસી અગ્રિકલચરની ડિગ્રી માન્ય :મોટાપાયે છેતરપિંડી :વિદ્યાર્થીઓ અચાનક ગાંધીનગર પહોંચતા દોડધામ

 

અમદાવાદ :રાજયના શિક્ષણ પ્રધાનના વિસ્તારમાં રાય યુનિવર્સિટીના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ગાંધીનગર ખાતે રાજયના શિક્ષણ પ્રધાન સમક્ષ રજૂઆત કરવા આવી પહોંચ્યા હતા. 100 જેટલા વિદ્યાર્થીઓ અચાનક ગાંધીનગર ખાતે આવી જતા પોલીસ પણ દોડતી થઈ હતી

     વિદ્યાર્થીઓનું કહેવું છે કે બીએસસીના એગિકલ્ચર ડીગ્રીમાં  અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ. પાસ આઉટ થઈને સરકારની ચાર યુનિવર્સિટીમાં માસ્ટર ડીગ્રી માટે અરજી કરી હતી. પરંતુ સરકારી યુનિવર્સિટી દ્વારા રાય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને અમાન્ય ગણવામાં આવ્યા છે. રાય યુનિવર્સિટી દ્રારા વિદ્યાર્થીઓને અંધારામાં રાખ્યાનો આરોપ લાગ્યો છે.

   વિદ્યાર્થીઓને તમામ કોર્ષ અને ફેકલ્ટી માન્યતા વાળી હોવાનું કહેવામાં આવ્યું હતું. અને વિદ્યાર્થીઓને પાછળથી ખ્યાલ આવ્યો હતો કે રાય યુનિવર્સિટીમાં કેટલીક ફેકલ્ટીની માન્યતા નથી. જેથી વિદ્યાર્થીઓને પરીક્ષાથી વંચિત રહેવાની ચિંતા થઇ હતી. જેથી પોતાનું ભાવી બગડે તે માટે રજૂઆત માટે આવી પહોંચ્યા હતા.

  જો વિદ્યાર્થીઓની માંગ નહીં સ્વીકારવામાં આવે તો વિદ્યાર્થીઓ ગાંધીનગર ખાતે અનશન કરશે. અને કેટલાક વિદ્યાર્થીઓએ આત્મવિલોપનની પણ ચીમકી ઉચ્ચારી હતી.

(10:29 pm IST)