Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

વડોદરા SOG પોલીસે કાપુરાઇ ચોકડી નજીકથી 21 કિલો ગાંજાના જથ્થા સાથે મુખ્ય સૂત્રધાર સહીત પાંચને ઝડપ્યા

રાકેશ રાઠવા નામનો શખ્સ જીપ લઇને ગાંજો આપવા આવ્યોને ઉઠાવી લેવાયા

 

વડોદરા SOG  પોલીસે  કાપુરાઇ  ચોકડી નજીકથી 21 કિલો ગાંજાના જથ્થા સાથે મુખ્ય સૂત્રધાર સહીત પાંચ જણાને ઝડપી પડ્યા હતા. પોલીસે મોબાઈલ અને રોકડ મળીને 8 લાખ રૂપિયાનો મુદ્દમાલ જપ્ત કર્યો હતો.

   અંગે જાણવા મળતી વિગત મુજબ પોલીસને બાતમી મળી હતી કે છોટાઉદપુરથી ગાંજાનો જથ્થો આવવાનો છે. જે આધારે પોલીસ વોચમાં હતી. ત્યારે રાકેશ રાઠવા નામનો શખ્સ જીપ લઇને ગાંજો આપવા નીકળ્યો હતો. જે દરમિયાન પોલીસે કાપુરાઇ ચોકડી પાસેથી આરોપીઓને ઝડપી લીધા હતા.

(10:42 pm IST)