Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

રાજ્યના તમામ મહાનગરોમાં ટ્રાફિક નિયમનનું ચુસ્ત પાલન કરાવવા અને પાર્કિંગ સમસ્યા નિવારવા વિજયભાઈનો આદેશ

મોડીસાંજે મુખ્ય સચિવે ઉચ્ચ ઓફિસરો સાથે વિડિઓ કોન્ફ્રન્સ યોજીને માર્ગદર્શક સૂચના આપી

 

ગાંધીનગર :રાજ્યના તમામ મહાનગરોમાં ટ્રાફિક નિયમનનું ચુસ્ત પાલન કરાવવા અને પાર્કિંગ જેવી સમસ્યાનું નિવારણ લાવવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આદેશ કર્યા છે મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ  રાજ્યના તમામ મહાનગરોમાં અમદાવાદ મહાનગર જેમ ટ્રાફિક નિયમન અને પાર્કિંગ પ્લેસ ખુલ્લા કરી નાગરિકો ને વાહન યાતાયાત અને વાહન પાર્કિંગ ની કોઈ સમસ્યા રહે અને સગવડતા મળે તે માટેની ઝુંબેશ તાત્કાલિક શરૂ કરવા આદેશો આપ્યા છે..

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના આદેશોનો  ત્વરિત અમલ કરવા મોડી સાંજે રાજ્યના મુખ્ય સચિવ ડો.જે એન સિંહે  ડી.જી.પી શિવાનંદ ઝહા ગૃહ ના અધિક મુખ્ય સચિવ તિવારી તેમજ શહેરી વિકાસ ના અગ્ર સચિવ મુકેશ પુરીને સાથે રાખી અમદાવાદ વડોદરા રાજકોટ સુરત ભાવનગર જામનગર જૂનાગઢ અને ગાંધીનગર ના મ્યુનિસિપલ કમિશ્નરો અને પોલીસ કમિશ્નરો સતા વાહકો સાથે વીડિયો કોન્ફરન્સ યોજી ને આદેશો નાં ચુસ્ત અને કડક પાલન માટે માર્ગદર્શક સૂચનાઓ આપી હતી.
 
મુખ્યમંત્રી સી એમ કોમન મેન તરીકે ની તેમની છબિ ઉજાગર કરતાં મહાનગરો ના કોમન મેન માટે સંવેદના સ્પર્શી નિર્ણય કર્યો છે.

(11:17 pm IST)