Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

અમદાવાદમાં વધતી ગુનાખોરી :એક જ દિવસમાં ત્રણ-ત્રણ હત્યા

અમદાવાદમાં ગુનાખોરી વધી છે એક જ દિવસમાં હત્યાના ત્રણ બનાવ બન્યા છે મદાવાદમાં ઠક્કરબાપા નગરમાં  હીરા ઘસવા જેવી સામાન્ય બાબતે ઝઘડો થયો જેમાં એક રત્નકલાકારની હત્યા કરી દેવાઇ તો અમરાઈવાડીમાં એક વૃદ્ધાની બાથરૂમમાંથી લાશ મળી આવી.છે હાલમાં પોલીસે FSLની મદદ લઇને તપાસ હાથ ધરી છે

  પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા ચાર દિવસથી ગૂમ થયેલા આ વૃધ્ધા ભાડે આપેલા મકાનનું ભાડું લેવા ગયા હતા. જે બાદ તેમની લાશ મળી. ભાડૂઆત મહિલાની તપાસ કરી તો તે પણ હાલમાં ફરાર છે જેથી પોલીસે ભાડુઆત મહિલાની શોધ ખોળ શરૂ કરી છે.

  બીજીતરફ સોલા વિસ્તારમાં હત્યા કરાયેલી હાલતમાં દિલિપ પંચાલ નામના 41 વર્ષીય શખ્સની લાશ મળી આવી છે સોલા પોલીસને શંકા છે કે અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી હોય શકે છે.

(11:18 pm IST)