Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

બનાસકાંઠાના ખેડૂતોને પાંચ દિવસમાં નર્મદા કેનાલમાંથી પાણી નહીં અપાય તો ઉગ્ર આંદોલન :ગેનીબેનની ચીમકી

ઉત્તર ગુજરાતમાં વરસાદ ઓછો અને નર્મદાનું પાણી બંધ :ખેડૂતોની હાલત કફોડી

બનાસકાંઠાના ખેડૂતોને નર્મદા કેનાલનું પાણી નહીં મળતા વાવાના ધારાસભ્ય ગેની બહેન ઠાકોરે આંદોલન કરવાની ચીમકી આપી છે. બનાસકાંઠામાં નર્મદા કેનાલમાંથી માઈનોર કેનાલમાં પાણી છોડવામાં નથી આવી રહ્યું. જેથી ખેડૂતોની હાલત કફોડી બની છે. પાણી ન મળવાના કારણે ગેનીબહેન ઠાકોરે ચીમકી આપી છે

    ગેનીબહેને જણાવ્યુ કે, આગામી પાંચ દિવસમાં ખેડૂતોને પાણી આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.તેની જવાબદારી સરકારની રહેશે.ઉત્તર ગુજરાતમાં એક તરફ વરસાદ નથી પડ્યો તો. સરકારે નર્મદા કેનાલમાં પાણી છોડવાનું બંધ કર્યુ છે.પાણી ન મળવાના કારણે વાવ, ભાભર, સૂઇગામ તથા થરાદના ખેડૂતો પાણી વગર ટળવળી રહ્યા છે.      બનાસકાંઠામાં આવેલી કેનાલ કોરી ધાકોર બનીને પડી છે. ખેડૂતો કેનાલમાંથી પાણી છોડવામાં આવશે તેવી આશા હતી જેથી ખેડૂતોએ બીયારણ પણ ખરીદી લીધા હતા. પરંતુ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું નથી.  ખેડૂતોની તમામ આશા પર પાણી ફરીવળ્યુ છે.

(11:19 pm IST)