Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

ટ્રક હડતાલ સમાપ્ત થયા છત્તા લીલા શાકભાજીના ભાવ ઘટયા નથી:ઓછી આવકને કારણે ભાવ ઊંચા

અમદાવાદ :તાજેતરમાં ટ્રક હડતાળને કારણે આવકો ઘટતા લીલા શાકભાજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હતો ત્યારે હવે ટ્રક હડતાલ સમાપ્ત થયા છતાં શાકભાજીના ભાવ ઘટવાનું નામ લેતા નથી છેલ્લા આઠ-નવ દિવસમાં ભાવમાં વધારો જોવા મળ્યો છે.

   ટ્રાન્સ્પોર્ટરોની હડતાળ ચાલી હોવાથી માર્કેટીંગ યાર્ડમાં શાકભાજીની આવક ઓછી હતી. પરંતુ હવે  હડતાળ પૂર્ણ થઈ ગયા હોવા છતાં પણ લીલા શાકભાજીની આવક ઓછી જોવા મળી રહી છે. જેના કારણે ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

  પ્રાપ્ત માહિતિ અનુસાર માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીના ભાવમાં અંદાજે 10થી 20 ટકાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે તે જ શાકભાજીના ભાવ છૂટક બજારમાં ડબલ થઈ જાય છે.

 

(11:20 pm IST)