Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

ગુજરાતના લિકર પરમીટ ધરાવતા લોકોની માહિતી રાખનાર સોફ્ટવેરનું સર્વર ધીમુ થઇ જવાથી હેલ્થ પરમિટ પર લિકર ખરીદવા આવેલા લોકોની લાઇનો લાગી

અમદાવાદઃ રાજ્યમાં લિકર પરમિટ ધરાવતા લોકોની માહિતી રાખનાર સોફ્ટવેર તેનું સર્વર ધીમું થઈ ગયું હોવાથી ચાલતું નહોતું જેના કારણે હેલ્થ પરમિટ પર લિકર ખરીદવા આવેલ લોકોની લાઈનો લાગી ગઈ હતી.

આ અંગે પ્રોહિબિશન એન્ડ એક્સાઇઝ વિભાગના ડિરેક્ટર સુનિલ કુમારે જણાવ્યું કે, ‘ગુજરાત ઇન્ફો પેટ્રો લિમિટેડ(GIPL) દ્વારા મેનેજ કરવામાં આવતું પ્રોહિબેશન એન્ડ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટનું સર્વર અને ડેટાબેઝ થોડા સમય માટે સ્લોડાઉન થઈ ગયું હતું. સર્વર સાથે જોડાયેલ એક ગેટવે લાઈન ડેમેજ થઈ હતી. પણ તુરંત જ તે સમસ્યાનું નિવારણ કરી દેવામાં આવ્યું હતું.

શહેરમાં આવેલ એક પરમિટ લિકર શોપના અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે ગઈકાલે સાંજના સમયે અડધો કલાક માટે સર્વર ખૂબ જ સ્લો થઈ ગયું હતું. જ્યારે ડેટાબેઝ અને સર્વર એકબીજા સાથે કનેક્ટ હોવાથી તેમાં એન્ટ્રી વગર કોઈને બોટલ ઇશ્યુ કરવી શક્ય નથી જેના કારણે લોકોની લાઈન લાગી ગઈ હતી જોકે અમે ઉત્તમ સર્વિસનો નમૂનો પાર પાડતા તમામ ગ્રાહકોને મોડે સુધી સર્વ કરી કોઈને નિરાશ નહોતા કર્યા.

તો બીજી તરફ મહિનાનો છેલ્લો દિવસ હોવાથી સામાન્ય રીતે ઘણા પરમિટ હોલ્ડર પોતાની મન્થલી પરમિટનું બાકી રહેતું લિકર લેવા પણ આવતા હોવાથી ભીડ હોય છે. તેમાં સર્વર ડાઉન હોવાથી ભીડ વધુ જામી હતી. સામાન્ય રીતે પરમિટ ધરાવતા લોકો પોતાને ફાળવવામાં આવેલ ક્વોટી ખરીદવા માટે 1 તારીખથી મહિનાની અંતિમ તારિખ હોય છે પરંતુ મોટાભાગે છેલ્લા 2-3 દિવસમાં જ લોકો વધુ ખરીદી માટે જતા હોય છે. કેમ કે જો ક્વોટા બાકી રહી જાય તો તે બીજા મહિનામાં ફોરવર્ડ નથી તથો તેથી વધુ ભીડ હોય છે.

(6:46 pm IST)