Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

અમદાવાદના ઇન્કમટેક્ષ ચાર રસ્‍તા પાસે નવા બની રહેલા ફ્લાયઓવરના કારણે મહાત્મા ગાંધીજીની પ્રતિમા જુના વાડજ સર્કલમાં લઇ જવાશેઃ પ૦ વર્ષ પહેલા સ્‍થાપિત પ્રતિમાનું સરનામુ બદલાઇ જશે

અમદાવાદઃ મહાત્મા ગાંધીએ દાંડી યાત્રાની શરુઆત જ્યાંથી કરી હતી તે સ્થળે તેમની 100મી જન્મજયંતિના રોજ 1969માં તેમની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. ઈનકમ ટેક્સ ચાર રસ્તા પાસે લગભગ પચાસ વર્ષથી સ્થાપિત આ પ્રતિમાનું સરનામું હવે બદલાવા જઈ રહ્યું છે.

ઈનકમ ટેક્સ ચાર રસ્તા પાસે બની રહેલા ફ્લાયઓવરને કારણે ગાંધીજીની પ્રતિમાને જુના વાડજ સર્કલ લઈ જવામાં આવશે. ઉલ્લેખનીય છે કે જૂના વાડજ સર્કલ એ જ સ્થળ છે જ્યાં જૂન મહિનામાં 40 વર્ષીય મહિલાનું બાળકચોરીની અફવાને કારણે લિંચિંગ કરવામાં આવ્યુ હતું.

બુધવારના રોજ એક મીટિંગ થશે જેમાં સાબરમતી આશ્રમ, AMC, ગાંધીવાદી દિગ્ગજો, કન્ઝર્વેશન આર્રિટેક્ટ, અને 93 વર્ષીય કાંતિ પટેલ શામેલ થશે. ઉલ્લેખનીય છે કે, કાંતિ પટેલ તે જ વ્યક્તિ છે જેમણે ઈનકમ ટેક્સ ચાર રસ્તા ખાતે ગાંધીજીની આ પ્રતિમા તૈયાર કરી હતી.

મીટિંગમાં ગાંધીજીના સ્ટેચ્યુને હંગામી ધોરણે સાબરમતી આશ્રમ શિફ્ટ કરવા બાબતે ચર્ચા કરવામાં આશે. લગભગ પચાસ વર્ષથી બાપુની પ્રતિમા ઈનકમ ટેક્સ સર્કલ ખાતે છે અને અહિંસક વિરોધ કરનારા લોકો માટે, સામાજિક સુધારાની માંગ કરનારા લોકો અહીં આવીને પોતાનો વિરોધ અને વ્યથા વ્યક્ત કરતા આવ્યા છે.

સેન્ટર ફોલ સોશિયલ નોલેજ એન્ડ એક્શનના સેક્રેટરી અચ્યુત યાજ્ઞિક જણાવે છે કે, બાપુની પ્રતિમા 1930માં કરવામાં આવેલી દાંડી યાત્રાનું પ્રતીક છે. આ પ્રતિમા અમદાવાદ શહેરની આત્મા સમાન છે.

(6:47 pm IST)