Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

હાથમાં મુકેલી મહેંદીનો રંગ જાય પછી જ સ્કૂલે આવવુંઃ ગૌરીવ્રત નિમિતે વિદ્યાર્થીનીઓઅે હાથમાં મહેંદી મુકતા ભરૂચની ક્વીન ઓફ અેન્જલ્સ શાળાનું વિચિત્ર ફરમાન

ભરૂચઃ  ભરૂચની ક્વીન ઓફ એન્જલ્સ શાળાએ વ્રત કરતી વિદ્યાર્થીનીઓ માટે તઘલખી ફરમાન જાહેર કર્યું. ક્વીન ઓફ એન્જલ્સ શાળાએ છોકરીઓને જણાવ્યું કે હાથમાં મુકેલી મહેંદીનો રંગ જાય પછી જ સ્કૂલ આવવું. આ ફરમાનના કારણે વિદ્યાર્થીનીઓ સહિત વાલીઓમાં શાળા વિરુદ્ધ ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. 

વાલીઓ અને વિદ્યાર્થીનીઓએ આ ફરમાન સામે વિરોધ નોંધાવી પાછો ખેંચવા દબાણ કર્યું. વાલીઓ સહિત કેટલાક સંગઠનો દ્વારા પણ આ મામલે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. વિસ્તારના ધારાસભ્ય દુષ્યંત પટેલ પણ શાળાએ પહોંચ્યા હતા. વિવિધ સંગઠનો શાળાએ પહોંચ્યા અને શાળાના પ્રાંગણમાં હનુમાન ચાલીસાના પાઠ કરી વિરોધ નોંધાવ્યો હતો.

(6:44 pm IST)