Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

સુરતમાં ૪ યુવકો દ્વારા પોલીસ ચોકીમાં તોડફોડઃ પિસ્તોલ સાથે ખુલ્લેઆમ ફરી રહેલા યુવકોનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ

સુરતઃ સુરતમાં વેડરોડ વિસ્તારમાં અસામાજીક તત્વો પિસ્તોલ સાથે ખુલ્લેઆમ ફરી રહ્યાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં દેખાય છે કે, રાત્રે વેડરોડ વિસ્તરાના એક રોડ ઉપર ચાર યુવકો ચાલતા જાય છે.

આ ચાર પૈકી એક યુવક ધુમ્રપાન કરતો આગળ વધી રહ્યો છે. આ સમયે તે પિસ્તોલ બહાર કાઢે છે. સુત્રોમાં જણાવ્યા પ્રમાણે વીડિયો દેખાતો શક્શ વિજયનગર ખાતે રહે છે. ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં અનેકવખત અસામાજીક તત્વો વચ્ચે ગેંગવોરના બનાવો બન્યા છે.

મળતી માહિતી પ્રમાણે આજે બુધવારે સુરતના ગોમતીપુર પોલીસચોકીમાં અજાણ્યા ઇસમો ધસી આવ્યા હતા. તેમણે પોલીસ ચોકીમાં તોડફોડ કરી હતી. ત્યારબાદ આ અસામાજીક તત્વો ત્યાંથી ફરાર થઇ ગયા હતા.

આ અજાણ્યા ઇસમોએ પોલીસ ચોકીમાં રાખેલા સીપીયુ અને મોનીટર સહિતની વસ્તુઓની તોડફોડ કરી હતી. આમ તેમણે પોલીસ ચોકીમાં આશરે રૂ.20,000નું નુકસાન પહોંચાડ્યું હતું. જોકે, ઘટનાના પગલે પોલીસ અજાણ્યા ઇસમો વિરૂદ્ધ ગુનોં નોંધીને વધારે તપાસ હાથધરી છે.

(6:28 pm IST)