Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

વાઘના સંરક્ષણ માટે ગુજરાતમાં પગલા ભરવા પરિમલભાઇ નથવાણી દ્વારા કેન્‍દ્ર અને રાજ્ય સરકારને રજૂઆત

અમદાવાદઃ ગુજરાત દેશનું એકમાત્ર છે જ્યા રાષ્ટ્રીય પ્રાણી વાઘ અને એશિયાઇ સિંહનો વસવાય હોય,તાજેતરમાં જ ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલા તાપી જિલ્લાના નિઝર ગામમાં એક વ્યક્તિ પર વાઘે હુમલો કર્યો હતો. આ ઘટના અંગે ગુજરાત રાજ્યમાં વાઘની હાજરીનો પૂરાવો આપ્યો છે.

શ્રી નથવાણીએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંબંધિત વિભાગને પત્ર લખીને ગુજરાતના વાઘના સરક્ષણ માટે જરૂરી તમામ પગલા લેવામાં આવે તેવી અપીલ કરી છે. રાજ્ય સભાના સાંસદ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અપેર્સ ગૃપના પ્રેસિડેન્ટ તેમજ વન્યજીવ પ્રેમી શ્રી પરિમલ નથવાણીએ જંગલમાં વાઘ કેટલા છે તેઅંગે ગુજરાત સરકાર અને જંગલ વિભાગના અધિકારીઓનું ધ્યાન દોર્યુ હતુ.

પરિમલ નથવાણીએ જણાવ્યુ હતુ કે વાઘના મળમુત્રના અવશેષો અને પંજાના નિશાન વગેરે સહિતના વૈજ્ઞાનિક પૂરાવાઓના આધારે ગુજરાત-મહારાષ્ટ્ર વચ્ચે વાઘની અવર-જવરનો કોડીડોર સ્થાપિત થઇ રહ્યો છે.

આ હુમલા બાદ વન્યજીવ પ્રેમી શ્રી પરિમલ નથવાણીએ જણાવ્યુ કે આ યોગ્ય સમય છે કે રાજ્યના વન વિભાગ દ્વારા એશિયાઇ સિંહોની સાથે-સાથે વાઘના સરક્ષણ પર પણ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે. પ્રાણીઓની સલામતી ઉપરાંત ખોરાક માટે તૃણાહારી પ્રાણીઓની સંખ્યામાં તે વિસ્તારમાં જળવાઇ રહે તે માટે પણ યોગ્ય પગલા લેવા જરૂરી છે.

(9:27 am IST)