Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે NCC ગુજરાતને ‘વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ’દ્વારા પ્રાપ્ત થયેલ “સર્ટીફીકેટ ઓફ કમિટમેન્ટ” એનાયત કરાશે :મુખ્યમંત્રીનો NCC કેડેટ્સ સાથે વાર્તાલાપ યોજાશે

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આવતીકાલે તા. 03, જુલાઈ-2021ના રોજ NCC ગુજરાત, દાદરા નગર હવેલી, દીવ અને દમણને ‘વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ-લંડન’ દ્વારા પ્રદાન થયેલ “સર્ટીફીકેટ ઓફ કમિટમેન્ટ” એનાયત સમારોહ ગાંધીનગર ખાતે યોજાશે.
મુખ્યમંત્રી નિવાસસ્થાનથી સવારે 10:30 કલાકે યોજાનાર આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી NCC કેડેટ્સ સાથે વાર્તાલાપ પણ કરશે. આ ઉપરાંત # એક મૈં સૌ કે લિયે અભિયાનના પાંચમા તબક્કા “કારગીલના વીરોને ગુજરાતનો આભાર”ના શરૂઆતની ઘોષણા પણ કરવામાં આવશે.
આ પ્રસંગે ગાંધીનગર ખાતે NCCના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે

(6:54 pm IST)