Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

નડિયાદમાં અગાઉ સાત વર્ષીય દીકરી પર દુષ્કર્મ આચરનાર નરાધમને અદાલતે દસ વર્ષની સજાની સુનવણી કરી

નડિયાદ:સેસન્સ કોર્ટે અગિયાર મહિના અગાઉના પોક્સોના કેસમાં ચૂકાદો સંભળાવ્યો છે. જેમાં આરોપીને દસ વર્ષની સખત કેદની સજા અને દંડ ફટકાર્યો છે. મળતી વિગતો અનુસાર નડિયાદ શહેરના સમડી ચકલા વિસ્તારમાં રહેતા ભાવેશ ઉર્ફે બૂટ્ટો ભાવીન રજનીકાંત પટેલે ગત તા.૧૧-૦૬-૨૦૨૦ ની રાતે એક સાત વર્ષીય દિકરી સાથે શારીરિક અડપલા કર્યા હતા. આ દિકરીને ચોકલેટ આપવાની લાલચ આપીને આરોપીએ બદઈરાદોના અંજામ આપ્યો હતો. આ બનાવ અંગે અંગે દિકરીના પરિવારજનોએ નડિયાદ ટાઉન પોલીસ મથકે આરોપી ભાવેશ ઉર્ફે બૂટ્ટો ભાવીન રજનીકાંત પટેલ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

આ બનાવ અંગે આજરોજ નડિયાદ સેસન્સ કોર્ટમાં કેસ ચાલી ગયો હતો. જ્યાં સરકારી વકીલ ધવલ.આર.બારોટે કોર્ટેમાં ઉગ્ર દલીલો કરી હતી. જે કોર્ટે માન્ય રાખી આરોપી ભાવેશ ઉર્ફે બૂટ્ટો ભાવીન રજનીકાંત પટેલને તકસીરવાન ઠેરવ્યો હતો. કોર્ટે ઇ.પી.કો ક ૩૭૬ ના ગુનામાં ૧૦ વર્ષની સખત કેદ તથા રૂા.૧૦,૦૦૦  તથા પોક્સો એકટની કલમ ૩ બી ૪ મૂજબ ૧૦ વર્ષની સજા તથા રૂા. ૧૦, ૦૦ દંડ તથા દંડ ન ભરે તો વધુ જેલની સજા ફટકારી  છે. વધુમાં આરોપીએ રૂા.૨,૦૦,૦૦૦ વળતર ચૂકવવાનો તથા સરકારના ઠરાવ મૂજબ રૂા.૨,૦૦,૦૦૦ ચૂકવી આપવાનો હુકમ કર્યો છે.

(5:01 pm IST)