Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

કોરોના સંક્રમણ નિયંત્રણ માટે વ્યાપક ટેસ્ટિંગના અભિગમમાં ''કોવિ સેલ્ફ'' ટેસ્ટ કિટ વધુ જાગૃતિ લાવશે : વિજયભાઇ રૂપાણી

કોરોના ટેસ્ટ માટેની સેલ્ફ ટેસ્ટ કિટ ''કોવિ સેલ્ફ''ના ગુજરાત પાર્ટનર વિજયભાઇ રૂપાણીની સૌજન્ય મુલાકાતે : ''કોવિ સેલ્ફ'' કિટનું નિદર્શન કરી કોરોના કાળમાં સેલ્ફ ટેસ્ટિંગ માટેની ઉપયોગીતાથી વિજયભાઇ રૂપાણીને માહિતગાર કર્યા

રાજકોટ, તા. ર : કોરોના મહામારીના સમયસરના નિદાન માટેનું ટેસ્ટિંગ સરળ અને ઘર આંગણે થઇ શકે તેવી સેલ્ફ ટેસ્ટ કિટ ''કોવિ સેલ્ફ'' માયલેબ દ્વારા નિર્માણ કરવામાં આવી છે.

આ સેલ્ફ ટેસ્ટ કિટ ગુજરાતમાં પૂજારા ગૃપના સહયોગથી લોકો-નાગરિકો માટે રાજ્યના તમામ મુખ્ય શહેરોના અગ્રણી મેડીકલ-ફાર્મસી સ્ટોર્સ પરથી ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ આ કોવિ સેલ્ફ કોવિડ-૧૯ સેલ્ફ ટેસ્ટ કિટનું નિદર્શન અને વિસ્તૃત વિગતો આ પ્રોડકટના ગુજરાત પાર્ટનર અને સુપર સ્ટોકિસ્ટ પૂજારા ગૃપના ચેરમેન યોગેશભાઇ પૂજારા અને ટિમ દ્વારા ગાંધીનગરમાં કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના સંક્રમણ નિયંત્રણ માટે વ્યાપક ટેસ્ટિંગના અભિગમમાં આ ''કોવિ સેલ્ફ'' ટેસ્ટ કિટ ઘરે બેઠા જાતે કોરોના ટેસ્ટ માટેની વધુ જાગૃતિ લાવશે તેવી અપેક્ષા વ્યકત કરતાં પૂજારા ગૃપને આ કિટના રાજ્યમાં સફળ વિતરણ માટેની શુભેચ્છાઓ આપી હતી.

કોરોનાની પહેલી અને બીજી લહેરમાં મોટા પ્રમાણમાં કોરોના ટેસ્ટની જરૂરિયાત ઊભી થઇ હતી. હવે, આવી સેલ્ફ ટેસ્ટ કિટ લોકોને ઘરે બેઠા પોતાની જાતે જ કોરોના ટેસ્ટ કરવાની સગવડ આપવામાં ઉપયુકત બનશે.

માયલેબ દ્વારા નિર્માણ પામેલી આ કોવિ સેલ્ફ કિટથી પુખ્તવયની વ્યકિતઓ પોતાની જાતે જ કોવિડ-૧૯ ટેસ્ટ કરીને ત્ઘ્પ્ય્ પ્રમાણિત સર્ટીફિકેટ પણ મેળવી શકે છે તેમ પૂજારા ગૃપના ચેરમેન શ્રી યોગેશભાઇએ મુખ્યમંત્રીશ્રીને જણાવ્યું હતું.

આ વેળાએ કોવિ સેલ્ફના પ્રતિનિધિઓ શ્રી સંજીવભાઇ કુંબાવત, વિક્રમસિંહ જાડેજા, ધર્મેશભાઇ ડંડેયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

(3:19 pm IST)