Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

કાલે સાંજે નીતિનભાઇ પટેલ ભાવનગરમાં

હોસ્પિટલનું નિરીક્ષણ કરશે અને બેઠકો યોજશે

(મેઘના વિપુલ હીરાણી દ્વારા) ભાવનગર તા. ર :.. રાજયના નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલ કાલે તા. ૩-૭-ર૦ર૧ ના રોજ ભાવનગર જિલ્લાના પ્રવાસે આવનાર છે.

નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલ, સાંજે ૪ કલાકે ભાવનગર ખાતે પધારશે અને વિવિધ બેઠક તેમજ સર ટી. હોસ્પિટલ-લેપ્રેસી-કેન્સર કેર-મનોચિકિત્સક હોસ્પિટલનું સ્થળ નિરીક્ષણ કરશે. ત્યારબાદ અનુકુળતાએ અમદાવાદ જવા રવાના થશે.

(11:09 am IST)