Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

'અમે આવા જ છીએ, સુધરવાના નથી': પ્રવાસન સ્થળો પર ઉમટતી ભીડ પર આઈએએસ શ્યામ પુનિયાએ કર્યું ટ્વીટ

'બે મહિના પહેલા કોઈ હોસ્પિટલમાં જગ્યા નહોતી મળતી અને હવે હોટેલોમાં જગ્યા નથી :ભીડ પર આઈએએસ શ્યામ પુનિયાએ કટાક્ષ સાથે ગુસ્સો વ્યક્ત કર્યો

 

અમદાવાદ :પ્રવાસન સ્થળો પર ઉમટતી ભીડ પર IAS શ્યામ પુનિયા ભડક્યા છે. કોરોના કેટલો ખતરનાક છે તે બધા સારી રીતે જાણી ગયા છીએ. હજી પણ લોકોને માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવા અને ભીડ ન કરવા અપીલ કરવામાં આવી રહી છે, જેથી આ રોગચાળો વધુ ન ફેલાય.પરંતુ આટ આટલા કેસો અને મૃત્યુ બાદ પણ કેટલાક લોકો હજી પણ આ અપીલને ગંભીરતાથી લઈ રહ્યા નથી. આથી પ્રવાસન સ્થળો પર ઉમટતી ભીડ પર આઈએએસ શ્યામ પુનિયાએ કટાક્ષ સાથે ગુસ્સો વ્યક્ત કર્યો છે.

હજી કોરોના ગયો નથી અને આમ છતાં પ્રવાસન સ્થળો ખુલ્લા મુકવાની મંજુરી મળતા પ્રવાસીઓ આવ સ્થળો પર લખોની સંખ્યામાં ભેગા થવા લાગ્યા છે. આ સ્થિતિ જોઈને આઈએએસ શ્યામ પુનિયા એ ટ્વીટ કર્યું છે-'બે મહિના પહેલા કોઈ હોસ્પિટલમાં જગ્યા નહોતી મળતી અને હવે હોટેલોના જગ્યા નથી મળી રહી. અમે આવા જ છીએ, સુધરવાના નથી'

(9:08 am IST)