Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

લંડનના વિઝા ન લંબાતા પતિ પત્નીને ત્રાસ આપતો હતો

કંટાળેલી મહિલાએ આખરે નોંધાવી ફરિયાદ : પતિ લગ્ન બાદથી કોઈને કોઈ બાબતે મારઝૂડ કરતો હતો, લંડન ગયા બાદ પણ મહિલા સાથે ખરાબ વર્તન કરતો રહ્યો

અમદાવાદ,તા. : નારણપુરા વિસ્તારમાં રહેતી ૪૦ વર્ષીય મહિલાએ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવતા કહ્યું હતું કે, લંડનના વિઝા લંબાતા તેનો પતિ તેની સાથે મારઝૂડ કરે છે. મંગળવારે મહિલા પોલીસ સ્ટેશનમાં (પશ્ચિમ) ફરિયાદ નોંધાઈ હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, જ્યારથી તેમણે લંડન છોડ્યું છે ત્યારથી તેની પીડા વધારે ગંભીર બની ગઈ છે.

 મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે, તેને લગ્ન વર્ષ ૨૦૦૪માં થયા હતા અને તે પતિ તેમજ સાસરિયાં સાથે વડોદરામાં સ્થાયી થઈ હતી. તેણે કહ્યું હતું કે, જ્યારે પણ તેના સાસરિયા અંદરોઅંદર ઝઘડતા અને તે શાંત કરવાનો પ્રયાસ કરતી હતી ત્યારે પણ તેનો પતિ તેને અપશબ્દો કહેતો હતો અને ખરાબ વર્તન કરતો હતો.

 તેણે જણાવ્યું હતું કે, તેનો પતિ તેને નિયમિત મારતો હતો. ૨૦૦૮માં દીકરીનો જન્મ થયા બાદ તે લંડન જતી રહી હતી. બાદમાં તેનો પતિ પણ દીકરીને લઈને ત્યાં ગયો હતો. મહિલાના કહેવા પ્રમાણે, તેનો પતિ લંડનમાં પણ તેની સાથે મારઝૂડ કરતો હતો. સપ્ટેમ્બર ૨૦૦૯માં, દંપતીના વિઝા લંબાતા તેમણે ભારત પરત આવવું પડ્યું હતું.

માટે મહિલાનો પતિ તેને જવાબદાર માનતો હતો. ભારત આવ્યા બાદસ મહિલા મુંબઈમાં રહેતા તેના માતા-પિતાના ઘરે જતી રહી હતી અને તેના પતિને નોટિસ મોકલી હતી. પરંતુ સાસરાના લોકોએ તેને મનાવી લીધી હતી અને દંપતી ફરીથી સાથે રહેવા લાગ્યું હતું. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, ૨૦૧૩માં પતિએ મહિલાને વધુ એક બાળક લાવવા માટે દબાણ કર્યું હતું.

૨૦૧૫માં તેણે દીકરાને જન્મ આપ્યો હતો. મહિલાએ ફરિયાદમાં લખાવ્યું હતું કે, તેનો પતિ કે જે ટ્યૂશન ક્લાસ ચલાવી રહ્યો હતો તે પ્રેગ્નેન્સી દરમિયાન પણ તેની સાથે કામ કરવાનું દબાણ કરતો હતો. ફરિયાદીએ કહ્યું હતું કે, સોમવારે ફરીથી તેના પતિએ મારઝૂડ કરી હતી અને અપશબ્દો કહ્યા હતા. તેની દીકરીએ પતિની બહેનને બોલાવી હતી.

મહિલા બાદ તેની નણંદના ઘરે જતી રહી હતી અને ત્યાં પણ તેનો પતિ પહોંચી ગયો હતો અને ફરીથી મારઝૂડ કરી હતી. ફરિયાદીએ જણાવ્યું હતું કે, તે ત્યારબાદ અમદાવાદમાં રહેતી તેની બહેનના ઘરે આવી ગઈ હતી અને આખરે તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

(9:24 pm IST)