Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

વડોદરામાં જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત : વધુ 59 કેસ પોઝીટીવ : કુલ સંખ્યા 2397 થઇ

શહેરના વિવિધ વિસ્તારો અને ગ્રામ્યમાં પદાર,દશરથ,ડભોઇમાં કોરોના કેસ નોંધાયા

વડોદરા : વડોદરામાં કોરોનાનો કહેર યથાવત છે આજે વધુ 59 કેસ પોઝિટિવ નોંધાયા છે આ સાથે જિલ્લામાં કુલ કેસની સંખ્યા 2397 થઇ છે આજે વધુ 57 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે કુલ 1761 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે,

  આજે શહેરના યાકુતપુરા, ડભોઇ રોડ , કિશનવાડી , પ્રતાપનગર , માંજલપુર , કારેલીબાગ , નાગરવાડા , યમુનામીલ , હરણી રોડ , વાધોડીયા રોડ , સુભાનપુરા , વાડી , રાવપુરા , ખોડીયારનગર , દાંડીયાબજાર , ગોરવા , વારસીયા રોડ , માંડવી , માણેજા , ફતેગંજ , શિયાબાગ , સંગમ ચાર રસ્તા , વાસણા રોડ જેવા વિસ્તારોમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે ગ્રામ્યમાં પાદરા , દશરથ , ફર્ટીલાઇઝર નગર , ડભોઇમાં કોરોના કેસ નોંધાયા છે 

(7:22 pm IST)