Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

હિંમતનગરના બાયપાસ રોડ નજીક હાથમતી નદીમાં ન્હાવા પડેલ 25 વર્ષીય યુવાન ડૂબી જતા મૃત્યુ નીપજ્યું:પરિવારમાં શોકનો માહોલ

હિંમતનગર: શહેરના બાયપાસ રોડ નજીકથી પસાર થતી હાથમતી નદીમાં બુધવારે બપોરે પાણીમાં નાહવા પડેલા એક ૨૫ વર્ષીય યુવાનનું ડુબી જવાને કારણે મોત નિપજ્યું હતુ ત્યારબા હિંમતનગર ફાયરબ્રિગેડના સ્ટાફે લાશને પાણીમાંથી બહાર કાઢી હતી અને પી.એમ માટે હિંમતનગર સીવીલમાં મોકલી આપી હતી. ફાયરબ્રિગેડના અધિકારી પ્રતાપસિંહ દેવડાના જણાવાયા મુજબ બુધવારે બપોરે ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે રહેતા રવિભાઈ હરીભાઈ ખટીક થોડા દિવસ અગાઉ હિંમતનગર ખાતે રહેતા કાકાને ત્યાં મહેમાનગતિ કરવા માટે આવ્યો હતો. જ્યાં બુધવારે બપોરના સુમારે તે બાયપાસ રોડ પરથી નવા સર્કીટ હાઉસ પસાર થતી હાથમતી નદીમાં નાહવા માટે પાણીમાં પડયો જ્યા અચાનક ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.

બીજી તરફ આ અંગે કેટલાક લોકોને ખબર પડતા તરત જ હિંમતનગર પાલિકાના ફાયરબ્રિગેડ વિભાગને જાણ કરાઈ હતી. ત્યારબાદ બે વાગ્યાના સુમારે ફાયરબ્રિગેડના સ્ટાફે હાથમતી નદીમાં જઈને પાણીમાંથી લાશને શોધી કાઢી હતી અને ઓળખવિધી કર્યા બાદ તેને પીએમ માટે હિંમતનગર સીવીલમાં મોકલવાની તજવીઝ હાથ ધરી હતી.

(5:43 pm IST)