Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

સુરતની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોટર્મ રૂમમાં બાયોમેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ ન થતા મૃતકના પરિવારજનોને ચેપ લાગવાનો ભય

સુરત: શહેરની નવી સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ રૂમમાં બાયોમેડિકલ વેસ્ટ નિયમિત નિકાલ થતો ન હોવાથી ત્યાં ફરજ બજાવતા ડોક્ટર સહિતના કર્મચારી તથા મૃતકના પરિવારજનો ચેપ લાગવાનો ભય સતાવી રહ્યો છે આ સાથે કોરોનાનો ચેપ ન લાગે તે માટે પહેરવામાં આવતા માર્કસ, હેન્ડ ગ્લોઝ, હેડ કેપ સિવિલ કેમ્પસમાં ફરી આજ રોજ રસ્તે રઝળતી હાલતમાં પડેલા છે.

નવી સિવિલ અત્યારે સંપૂર્ણ કોવિડ-19 હોસ્પિટલમાં ફેરવી દેવામાં આવી છે ત્યાંથી નીકળતા બાયોમેડિકલ વેસ્ટના નિકાલમાં વિશેષ ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. તેવા સમયે નવી સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી બાયોમેડિકલ વેસ્ટ નિકાલ કરવામાં આવતો નહીં હોવાની ડસ્ટબીન ઉભરાઈ ગઈ હોવાનું જાણવા મળે છે.

(5:40 pm IST)