Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

અમદાવાદ:હાઇવે પર રાત્રીના સમયે મહિલાનો વેશ ધારણ કરી લૂંટ ચલાવતી ગેંગનો પર્દાફાશ:અમદાવાદ પોલીસે રંગે હાથે ઝડપી પાડી

અમદાવાદ:હાઇવે ઉપર રાતના સમયે સ્ત્રીનો વેશ ધારણ કરીને વાહન ચાલકોને લલચાવીને મારમારી લૂંટ ચલાવતી ગેંગને ઝડપી પાડી છે. પોલીસ તપાસમાં ડફેર ગેંગએ અમદાવાદ જિલ્લા તથા આણંદ સહિત કુલ ૧૨થી વધુ લૂંટના ગુના આચર્યા હોવાનું બહાર આવ્યું છે.

આ કેસની વિગત એવી છે અમદાવાદ જિલ્લા પોલીસે સાણંદ તાલુકાના રેથલ ગામની સીમમાં થી સાણંદ તાલુકાના રેથલ ગામની સીમ ડફેરનો ડંગો ખાતેથી આમદ મયુદ્દીન સિન્ધી તથા અલ્લારખા સુલેમાનભાઇ સિન્ધી અને ભુરાભાઇ તૈયબભાઇ સિન્ધી તેમજ ગની દાઉદભાઇ સિન્ધીની ધરપકડ કરી હતી.  

(5:38 pm IST)