Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

અમદાવાદ:બાકરોલમાં ઝાડ નીચે બેથેલ મહિલાને આઇસારે હડફેટે લેતા ઘટનાસ્થળેજ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું:ફરાર ડ્રાઈવર વિરુદ્ધ ગુનો દાખલ

અમદાવાદ: શહેરના બાવળામાં રહેતા રમણભાઈ ગંગારામ ચુનારા તેમના પત્ની શકરીબેન ચુનારા સાથે બાઈક પર નરીમાન પુરા જઈ રહ્યા હતા.

દરમિયાન સનાથળ સર્કલથી બાકરોલ જેટકો કંપની નજીક તેમના બાઇકને પંચર પડતાં રમણ ભાઈ તેમના પત્નીને નજીકના લીમડાના ઝાડ નીચે બેસાડીને સામે આવેલી દુકાનમાં પંચર કરાવવા ગયા હતા.

દરમિયાન હું ઝડપે જઈ રહેલી આઇસર ગાડીએ લીમડા નીચે બેઠેલા શકરીબેન ચુનારા અડફેટમાં લેતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

બનાવ બાદ ડ્રાઈવર વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો. આ અંગે અસલાલી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

(5:30 pm IST)