Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

અમદાવાદના વેજલપુરમાં 13 વર્ષીય કિશોરી પર પાડોશમાં રહેતા નરાધમે દુષ્કર્મ આચરતા અરેરાટી મચી જવા પામી

અમદાવાદ: શહેરના વેજલપુરના શ્રીનંદનગરમા રહેતી 13 વર્ષની કિશોરી પર તેની પડોશમાં રહેતા 15 વર્ષના કિશોરે બિલ્ડિંગના ટેરેસ પર લઈને બળાત્કાર ગુજાર્યો હતો. કિશોરીના પડોશીએ તેની માતાને જણાવ્યું હતું કે, તમારી દીકરી બપોરે 3 થી 5 ઘરે હાજર ન હતી. આથી માતાએ દીકરીને પૂછપરછ કરતા તેણે પડોશમાં રહેતા કિશોરે તેની પર દુષ્કર્મ કરી હોવાનું જણાવ્યું હતું. 

આ અંગે કિશોરીની માતાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કિશોરની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

(5:30 pm IST)