Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

રાજ્યના ગૃહ વિભાગના અધિક સચિવ નિખિલ ભટ્ટનો નહીં પરંતુ તેના સાળીનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા સેલ્ફ કોરન્ટાઇન થયા

ગાંધીનગર: ગૃહ વિભાગના અધિક સચિવ નિખિલ ભટ્ટનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાના અહેવાલ પ્રકાશિત થતાં જ સરકારી બેડામાં ચર્ચા થવા માંડી હતી. પરંતુ વાસ્તવમાં નિખિલ ભટ્ટ નહીં પણ તેમનાં સાળીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેઓ પોઝિટિવ થયા હોવાના ન્યૂઝ ફેલાઇ ગયા હતા. ખરેખર નિખિલ ભટ્ટ પોઝિટિવ સાળીના સંપર્કમાં આવ્યા હોવાથી સેલ્ફ ક્વોરન્ટાઇન થઇ ગયા છે. પહેલાં એવા અહેવાલ હતા કે નિખિલ ભટ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવતા ગઈ કાલે બુધવારે રાત્રે તેમને અમદાવાદની સંજીવની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

નિખિલ ભટ્ટે આ સમાચારને રદિયો આપ્યો છે અને વાસ્તિવિકતા શું છે તે જણાવી છે. હાલ તેઓ માત્ર સેલ્ફ ક્વોરન્ટાઇન છે. અગાઉ એવું કહેવાયું હતું કે કોવિડ સેન્ટરમાં એક પીએસઆઈ પોઝિટિવ આવ્યા હતા. આ પીએસઆઈ નિખિલ ભટ્ટ સાથે વધુ રહેતા હોવાના કારણે તેઓ કોરોના પોઝિટિવ આવ્યા હોવાનું જાણવા મળ્યુ છે.  ગૃહ વિભાગના અધિક સચિવ નિખિલ ભટ્ટ ગાંધીનગરમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ કોવિડ સેન્ટરના ઇન્ચાર્જ હતા.

ગૃહ વિભાગના અધિક સચિવ નિખિલ ભટ્ટ ગયા મહિને વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા હતા. પરંતુ તેમને એક વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યુ છે.

(5:22 pm IST)