Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

અમદાવાદનું ગીતા મંદિર ST બસ ડેપો આજથી શરૂ

રાજ્યભરમાં ૨૩૨૫ એકસપ્રેસ બસો દોડવા માંડી : રોજના ૫ લાખ મુસાફરોને લાભ મળશે : રાજકોટથી જતી બસો ગીતામંદિર ઉભી રહેશે : પરંતુ સૌરાષ્ટ્રમાં આવતી બસો ત્યાંથી નહિ મળે

રાજકોટ તા. ૨ : દેશભરમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં પણ લોકોડાઉનના પગલે ટ્રાન્સપોર્ટેશન બંધ કરી દેવામાં આવ્યું હતું. જો કે લોકડાઉનમાં આંશિક છૂટછાટના પગલે ફરી ટ્રાન્સપોર્ટેશનને કન્ટેનમેન્ટ ઝોનને ધ્યાનમાં લઇને શરૂ કરવામાં આવ્યું. અમદાવાદ શહેરમાં આવેલ ગીતા મંદિર લ્વ્ બસ ડેપો અંદાજે ૩ મહિના બાદ આજથી ફરી શરૂ કરવામાં આવ્યો છે. આ અગાઉ અનલોક-૧ સુધી પ્રતિબંધિત વિસ્તારમાં આવતું હોવાથી બંધ રાખવામાં આવ્યું હતું.ઙ્ગ

ઉલ્લેખનીય છે કે રાજયમાં સૌથી પહેલા આંતરિક જિલ્લામાં એસટી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તબક્કાવાર કોરોના સંકટ વચ્ચે રાજયભરમાં એસટી સેવા શરૂ કરાઇ હતી.

જો અમદાવાદ શહેરમાં આવેલ ગીતા મંદિર ST બસ ડેપો અંદાજે ૩ મહિનાથી પ્રતિબંધિત વિસ્તારમાં હોવાથી બંધ રાખવામાં આવ્યું હતું. જો કે આજથી અનલોક-૨માં ગીતા મંદિર ST બસ ડેપો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.

આમ ૩ મહિના બાદ ગીતા મંદિર ST બસ ડેપો શરૂ થતાં જુદા-જુદા રૂટ પર બસ દોડશે. જો કે હજુ પણ ગીતા મંદિર ST બસ ડેપોથી સૌરાષ્ટ્ર સિવાયના તમામ રૂટ પરની બસ મળશે. ઙ્ગજો કે, રાજકોટથી અમદાવાદ જતી બસ ગીતા મંદિર ઉભી રહેશે તેમ જાહેરાત થઇ છે.

મહત્વનું છે કે, ગઇકાલથી અમદાવાદ સહિત રાજયમાં ૨૩૨૫ એકસપ્રેસ બસ સેવા શરૂ થઇ ચૂકી છે. જેમાં રોજના ૫ લાખ મુસાફરો સવારી કરી લાભ લેશ તેવી શકયતાનું અનુમાન લગાવામાં આવ્યું છે. અત્યાર સુધી માત્ર ૩૦ ટકા બસો ચાલુ હતી તે તાલુકાથી તાલુકામાં મુસાફરી કરતી હતી પરંતું હવે એકસપ્રેસ બસ સેવા શરૂ થતાની સાથે રાજયભરમાં બસો દોડતી થશે. એકસપ્રેસ બસ મુખ્ય સ્ટેશનથી મુખ્ય સ્ટેશન વચ્ચે કયાય ઊભી રહેશે નહીં.

જે મોટો ડેપો હશે અને જયાં ટેમ્પરેચર ગનની વ્યવસ્થા હશે તેવા સ્ટેશન પર જ બસ રોકાશે. રાજયમાં અનલોક વન બાદ બસ સેવાનું પ્રારંભ કરાયો હતો પરંતુ તે સેવા માત્ર તાલુકાથી તાલુકા પૂરતી હતી પરંતુ હવે સમગ્ર ગુજરાતમાં એકસપ્રેસ બસો શરૂ કરાય છે. અત્યાર સુધી બે લાખ ૭૫ હજાર લોકો રોજના બસ સેવાનો લાભ લઈ શકતા હતા પરંતુ એકસપ્રેસ બસ સેવા શરૂ થતાની સાથે રાજયના પાંચ લાખ લોકો બસ સેવાનો લાભ લઈ શકશે.

(11:47 am IST)