Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

અમદાવાદમાં જેસીઆરઆઇ કેન્સર હોસ્પીટલમાં કેન્સરગ્રસ્ત બાળકી ઉપર સફળ ઓપરેશનઃ પગ કેન્સર મુકત થયો

અકસ્માતમાં પગ તુટે તો બાળકોનો પગ હવે નાનો નહી રહેઃ ગોઇંગ જવાઇટ ટેકનીક આશીર્વાદરૂપ

અમદાવાદ, તા., રઃ રોડ અકસ્માત કે અન્ય કોઇ દુર્ઘટનામાં બાળકોનો હાથ તુટે તો બાળકોના વિકાસની સાથે જ હાથ અને પગ પણ વધતા રહેશે. ગોઇંગ જવાઇટ તકનીક આ માટે આશીર્વાદરૂપ બની છે. અમદાવાદ શહેરના ગુજરાત કેન્સર એન્ડ રીસર્ચ સેન્ટર (જેસીઆરઆઇ કેન્સર હોસ્પીટલ)માં ગ્રોંઇંગ જવાઇટ તકનીકની મદદતથી એક કેન્સરગ્રસ્ત બાળકી ઉપર સફળ ઓપરેશન કરવામાં આવ્યું. જે દુર્ઘટનામાં હાડકુ તુટે તો પણ આ પધ્ધતી અપનાવી શકાય તેમ છે. ઓપરેશન કરનાર તબીબોએ બાળકીનો કેન્સરગ્રસ્ત પગની કેન્સરગ્રસ્ત હડ્ડી દુર કરીને તેની જગ્યાએ કૃત્રિમ ગ્રોઇંગ જવાઇટ લગાવાયું છે. તબીબોએ દાવો કર્યો છે કે બાળકીની જેમ ઉંમર વધતાની સાથે સાથે બીજા પગની જેમ જ ઓપરેશન કરેલો પગ પણ વધશે. ડો.અભીજીત સાલુકેના વડપણ હેઠળ થયેલી સર્જરીમાં ડો.મયુર કામાની, ડો. નવીન વર્મા, એનેસ્થીયા ડો. તન્મય ટાંકનું મહત્વનું યોગદાન રહયું હતું.

(11:24 am IST)