Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

પારડી તાલુકાના ચિવલ ગામે નાનાપોઢાથી પારડી રોડ ઊપર ગાયો ભરીને જતો ટેમ્પો અટકાવી આગ લગાવી: પોલીસ ફરિયાદ દાખલ

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ :પારડી તાલુકાના ચિવલ ગામે આજે વહેલી પરોઢે નાનાપોઢા થી પારડી રોડ ઉપર ટેમ્પોમાં ત્રણ જેટલી ગાયો ભરીને એક ટેમ્પો નંબર ડીડી ઝીરો વન એ ૯૨૫૮   પારડી તરફ આવી રહી હતી ત્યારે દસથી બાર જેટલા ઈસમોએ આ ટેમ્પો ચાલકને ચિવલ મરી માતા નજીકમાં રોકીને ચાલકની પૂછપરછ કરી હતી જોકે તે પૂછપરછમાં કંઈ બોલે તે પહેલાં જ ચાલે ત્યાંથી ભાગી છૂટ્યો હતો અને આ 10 થી 15 જેટલા શખ્શોએ ક્લીનરને પકડી પાડી ઢોર માર માર્યો હતો સાથે જ આ ગાય ક્યાંથી લાવો છો અને ક્યાં લઈ જાવ છો એવા સવાલો પણ કર્યા હતા જોકે આ જ સમયે ઉશ્કેરાઈ ગયેલા ૧૦થી ૧૫ જેટલા શખ્શો પૈકીના કેટલાક લોકોએ ટેમ્પોમાંથી ગાયને ઉતારી લીધા બાદ ટેમ્પોમાં આગ ચાપી દીધી હતી જેને લઇને જોતજોતામાં ટેમ્પો આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયો હતો વહેલી પરોઢિયે બનેલી આ ઘટનાને લઇને આસપાસના લોકોમાં ફફડાટ ફેલાયો હતો અને લોકોએ પારડી પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ક્લીનરને લોકો પાસેથી હેમખેમ બચાવી વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો તો બીજી તરફ પારડી પોલીસે આ સમગ્ર મામલે 10 થી 15 જેટલા અજાણ્યા શખ્શો વિરુદ્ધ કાયદો હાથમાં લેવાના સબબ ફરિયાદ દાખલ કરી છે જ્યારે ગૌવંશની ગેરકાયદેસર રીતે હેરાફેરી કરવા બદલ ટેમ્પો ચાલક અને ક્લિનરને સામે પણ પોલીસ ફરિયાદ મોદી આગળની તપાસ શરૂ કરી છે

(8:32 pm IST)