Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

લઘુ અને મધ્યમ કદનાં ઉદ્યોગોને સહાય આપી બેઠા કરવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પ્રતિબદ્ધ

તાજેતરમાં રાજ્યનાં 33 જિલ્લાના 13 હજાર એકમોને CM રૂપાણીએ એક જ ક્લિક વડે આપી હતી સહાય

 

અમદાવાદ : કોરોનાનાં કારણે ઉભા થયેલા આર્થિક સંકટમાંથી બહાર નીકળવામાં લઘુ અને મધ્યમ ઉદ્યોગ(MSME)ની ભૂમિકા બહુ મહત્વપૂર્ણ છે. એટલે રાજ્યનાં સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યભરના જિલ્લાઓના ૧રર૪૭ MSME ઊદ્યોગકારોના બેન્ક ખાતામાં રૂ. ૭૬૮ કરોડ અને ટેક્ષટાઇલ ઊદ્યોગ સહિતના અન્ય મોટા ઊદ્યોગોના ૮૩પ એકમોને રૂ. ૬૦૧ કરોડની સહાય મળી કુલ ૧૩ હજાર એકમોને રૂ. ૧૩૬૯ કરોડની સહાય એક ક્લિકથી ગાંધીનગર બેઠા ઊદ્યોગકારોના બેન્ક ખાતામાં DBTથી જમા કરાવવાની અભિનવ પહેલનો પ્રારંભ થોડા દિવસ પહેલા કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ રાજ્યના જિલ્લા મથકોએથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલા ઊદ્યોગ-વેપાર પ્રતિનિધિઓને સહાય અર્પણ વેળાએ પ્રેરણાદાયી વાતો કહી હતી.

  વિજયભાઇ રૂપાણીએ રાજ્યના અર્થતંત્રને કોરોના સંક્રમણ વચ્ચે પણ ત્વરાએ બેઠું કરવા પૂર્વ કેન્દ્રીય નાણાં સચિવ ડૉ. હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં કમિટીની રચના કરીને તેમની ભલામણોના ત્વરિત અસરકારક અમલ રૂપે ભૂતકાળમાં કદી અપાયું એવું સૌથી મોટું રૂ. ૧૪ હજાર કરોડનું ગુજરાત આત્મનિર્ભર પેકેજ સરકારે જાહેર કર્યુ છે તેની વિશદ ભૂમિકા આપી હતી. પેકેજની GR સહિતની પ્રક્રિયા એક સપ્તાહમાં પૂર્ણ કરી તેનો અમલ પણ શરૂ કરી દેવાની તેમણે દિશા આપી છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારના આત્મનિર્ભર ભારત પેકેજ અન્વયે પણ લાખ ૩૦ હજાર MSME એકમોની લોન-સહાય એપ્લીકેશન મંજૂર કરીને બે સપ્તાહમાં રૂ. ૮ર૦૦ કરોડની સહાય મંજૂર કરીને દેશભરમાં સૌથી વધુ રૂ. ૪૧૭પ કરોડની લોનનું તો વિતરણ પણ ગુજરાતમાં કરી દેવામાં આવ્યું છે. રાજ્યના ૩૩ જિલ્લાના જે ૧૩ હજાર ઊદ્યોગ-એકમોને એટ વન કલીક સહાયની રકમ મળી છે તેમાં સૌથી વધુ સુરતમાં ૬૧૦૮ એકમોને રૂ. ર૯૪ કરોડ અને અમદાવાદમાં ર૦૮૬ એકમોને રૂ. ૧રપ કરોડ મુખ્યત્વે છે. તમામ આંકડા એકાદ સપ્તાહ પૂર્વેના છે, હવે તો તેમાં ખૂબ વધારો થયો છે.

(10:45 pm IST)