Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

ભરૂચ જિલ્લામાં રૂ.૪૧૮૭ લાખના ખર્ચે ૧૭૯૩ કામો અને પંચમહાલ જિલ્લામાં સર્વાગી વિકાસ અર્થે ૨૨૬૬ લાખના ખર્ચે ૧૬૯૫ કામો મંજૂર

ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને પંચમહાલ અને ભરૂચ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ

ગાંધીનગર ; ભરૂચ  જિલ્લામાં રૂ.૪૧૮૭ લાખના ખર્ચે ૧૭૯૩ કામો મંજૂર કરાયા છે  ભરૂચ જિલ્લા આયોજન મંડળના રૂ. ૧૨૮૭.૫૦ લાખના ૫૪૩ કામો ,એટીવીટીના રૂ.૧૧૫૦ લાખના ૫૫૭ કામો,અને  આદિજાતિ ગુજરાત પેટર્ન યોજના હેઠળ રૂ.૧૭૫૦ લાખના ખર્ચે ૬૯૩ કામો મંજૂર કરાયા છે

 ભરૂચ જિલ્‍લા આયોજન મંડળની બેઠક જિલ્લા પ્રભારી મંત્રી અને ગૃહ રાજય મંત્રી અને રાજ્ય સહકાર મંત્રીની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતેથી વિડિયો કોન્‍ફરન્‍સના માધ્યમ દ્વારા યોજાઇ હતી

 દરમિયાન ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને પંચમહાલ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી જેમાં પંચમહાલ જિલ્લામાં સર્વાગી વિકાસ અર્થે રૂ.૨૨૬૬ લાખના ખર્ચે ૧૬૯૫ કામો મંજૂર કરાયા છે,

પંચમહાલ જિલ્લાના આયોજન મંડળના રૂ. ૯૨૫ લાખના ૬૭૫ કામો ,આદિજાતિ ગુજરાત પેટર્ન યોજના હેઠળ રૂ.૧૩૪૧ લાખના ખર્ચે ૧૦૨૦ કામો મંજૂર કરાયા છે પંચમહાલ જિલ્લાના પ્રભારી તથા ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સનાં માધ્યમથી જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી

 પંચમહાલ જિલ્લામાં સર્વાગી વિકાસ અર્થે રૂ.૨૨૬૬ લાખના ખર્ચે ૧૬૯૫ કામોની મંજૂરી આપી છે. જેમાં પંચમહાલ જિલ્લાના આયોજન મંડળના રૂ. ૯૨૫ લાખના ૬૭૫ કામો મંજૂર કરાયા છે અને આદિજાતિ ગુજરાત પેટર્ન યોજના હેઠળ રૂ.૧૩૪૧ લાખના ખર્ચે ૧૦૨૦ કામો મંજૂર કરવામાં આવ્યા છે. આયોજનમાં મંજૂર થયેલા કામો નિશ્ચિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તેનું ધ્યાન રાખવા જરુરી નિર્દેશ આપ્યા હતા.

 

(9:44 pm IST)